તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ગે ડોક્ટરનો બીભત્સ વીડિયો ઉતારી યુવકે 5 લાખ માંગી બ્લેકમેઇલિંગ કર્યું

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વેડરોડ વિસ્તારમાં રહેતા અને ક્લિનિક ધરાવતા ગે ડોક્ટરને એક અજાણ્યા ગે યુવક સાથે સંબંધ બાંધવો ભારે પડ્યો હતો. ગ્રિન્ડર એપથી પરિચય બાદ ફોન પર વાત થઇ અને ડોક્ટર યુવકને મળવા ગયો. યુવકે ડોક્ટરને મુખ મૈથુન કરવાનું કહ્યું. ડોક્ટરે મુખ મૈથુન કર્યું ત્યારે યુવકના મિત્રએ સંતાઈને વીડિયો બનાવી 5 લાખ રૂપિયા માંગ્યા અને ધમકી આપી હતી.

મુળ ભાવનગરના વલ્લભીપુર ગામનો વતની અને હાલમાં વેડરોડ પર રહેતો મોહિત( નામ બદલ્યું છે) ડોક્ટર છે. વેડરોડમાં તેનું ક્લિનિક છે. તબીબ મોહિત ગે છે. મોહિતે મોબાઇલમાં ગ્રિન્ડર એપ ડાઉનલોડ કરેલી હતી. એપ પર મોહિત ચેટ કરતો હતો. બુધવારે મોહિત તેના ક્લિનિકમાં એકાદ વાગે એપ્લિકેશન પર રાજુ નામના આઈડી પર એક મેસેજ આવ્યો અને ફ્રેન્ડ રિક્વેસ્ટ મોકલતા મોહિતે સ્વીકારી હતી. બાદ રાજુએ તેને મળવા માટે સિંગણપોર ત્રિવેણી સોસાયટી પાસે બોલાવ્યો હતો. મોહિત ક્લિનિક બંધ કરીને મળવા માટે ગયો હતો. ત્યાં રાજુ તબીબને તેના રૂમ પર લઈ ગયો. ત્યાં રાજુએ મોહિતને મુખમૈથુન કરવાનું કહેતા મોહિતે તેની મરજીથી મુથમૈથુન કર્યું હતું. રૂમની બારીમાંથી અન્ય એક યુવાને તેનો વીડિયો બનાવી લીધો હતો. તેજ સમયે ચારેક જણા રૂમમાં ઘૂસી આવ્યા હતા. તેમાંથી વીડિયો ઉતારનારનું નામ કિરિટ હતું. તેઓએ મોહિતનું પાકિટ,મોબાઇલ ફોન અને ઘડિયાળ લઈ લીધી હતી. કિરિટે માર મારીને મોહિતના માતા-પિતા અને પત્નીનો મોબાઇલ નંબર મોહિત પાસેથી લઈ લીધો હતો.ત્યાર બાદ કિરિટે કહ્યું કે 5 લાખ રૂપિયા નહીં આ તો વીડિયો તેના માતા-પિતા અને ગામવાસીઓને મોકલી આપશે.

મોહિતે કહ્યું કે તેની પાસે એટલા બધા રૂપિયા નથી.ત્યારે મોહિતે નકલી બ્રેસલેટ ઓરિજનલ કહીને આરોપીઓને આપી દીધું. ત્યારે તેઓએ પાકિટ, મોબાઇલ અને ઘડિયાળ આપી હતી. પછી આરોપીઓએ 60 હજાર રૂપિયા માંગ્યા હતા. મોહિતે તે રૂપિયા સાંજે આપવા માટે કહ્યું હતું. મોહિત ત્યાંથી નીકળી ગયો અને તેના મામાને હકિકત જણાવી. ચારેક વાગે કિરિટે ફરી ફોન કર્યો. ત્યારે મોહિતે કહ્યું કે માત્ર 25 હજાર રૂપિયા છે. મોહિતે ચોકબજાર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. ચોકબજાર પોલીસે છટકું ગોઠવીને વેડરોડ પરથી આરોપી કિરિટસિંહ હરીસિંહ (રહે.સિંગણપોર, તરણકુંડ પાસે)ને ઝડપી પાડ્યો હતો. અન્ય આરોપીઓને પોલીસ શોધી રહી છે. રાજુનું ખરું નામ પ્રદ્યુમન છે. આ ગેંગનો મુખ્યસુત્રધાર દિગ્વિજયસિંહ છે. આ પહેલા દિગ્વિજય સરકારી યોજનાના બોગસ કાર્ડ બનાવવામાં સંડોવાયો હતો.

સરથાણાના યુવકને બ્લેકમેઇલ કરાયો હતો
22મી મે 2018ના રોજ સરથાણાના એક યુવકને ગ્રિન્ડર એપથી બોલાવીને ચાર જણાએ બ્લેકમેઇલિંગ કરી બે લાખની માગ કરી હતી. આ બાબતે કડોદરા પોલીસ મથકમાં રોહિત નામના શખ્સ સહિત ચાર અજાણ્યા સામે ફરિયાદ નોંધાઇ હતી. આ કેસમાં પણ ક્નેક્શનની તપાસ કરાઇ રહી છે.

અન્ય સમાચારો પણ છે...