તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

2 હજાર આપવાનું કહી મિત્રના રૂ.1 લાખ એપથી ટ્રાન્સફર કર્યા

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પુણા વિસ્તારમાં મિત્રના બે હજાર રૂપિયા ઓન લાઇન આપવા માટે મિત્રનો ફોન વાપર્યો હતો. મિત્રનો ફોન લીધો ત્યારે તેમાં ભીમ એપથી મિત્રના એકાઉન્ટમાંથી જ એક લાખ રૂપિયા અન્ય ખાતામાં ટ્રાંસફર કરી નાખ્યા હતા. બે હજાર રૂપિયા તો આપ્યા જ નથી સામેથી મિત્ર સાથે એક લાખ રૂપિયાની છેતરપિંડી કરી હતી.

પુણામાં સીતારામ સોસાયટી-2માં રહેતા પ્રવિણ અર્જુનસિંહ રાજપુરોહિત ઘર પાસે મેડિકલ સ્ટોર ચલાવીને ગુજરાન ચલાવે છે. તેના મિત્ર દેવલ જિતેન્દ્ર શિંદે(રહે. સરસ્વતીનગર, ડિંડોલી)ને પ્રવિણ રાજપુરોહિતને બે હજાર રૂપિયા આપવાના હતા. ત્રણ દિવસ પહેલા દેવલ પ્રવિણની દુકાને આવ્યો હતો. દેવલે કહ્યું કે બે હજાર રૂપિયા તને આપવાના છે તે ભીમ એપથી ઓન લાઇન આપવાનું કહીને પ્રવિણ પાસેથી ફોન લીધો હતો. બે-ત્રણ મિનિટમાં દેવલે પ્રવિણને તેનો ફોન આપી દીધો હતો. થોડા સમયમાં પ્રવિણે બેલેન્સ ચેક કરતા તેના એકાઉન્ટમાંથી એક લાખ રૂપિયા અન્ય ખાતામાં ટ્રાંસફર કરી દીધા હતા. પ્રવિણે દેવલને ફોન કરતા દેવલે કહ્યું કે તેનાથી ભુલ થઈ ગઈ છે. બે દિવસમાં રૂપિયા આપી દેશે. પરંતુ રૂપિયા આપ્યા નહતા.

અન્ય સમાચારો પણ છે...