કાપોદ્રામાં 500નો તોડ કરવામાં ટ્રાફિક જમાદાર પરમાર સસ્પેન્ડ

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
કાપોદ્રામાં બાઇક સવાર પાસેથી ટ્રાફિક નિયમોના ભંગ બદલ 500 રૂપિયા લઈને રસીદ નહીં આપનાર એએસએઆને ટ્રાફિક ડીસીપીએ ગુરુવારે સસ્પેન્ડ કર્યો છે. ઉલ્લેખનીય છે કે ટ્રાફિક એએસઆઈએ રૂ. 500 લઈને રસીદ આપવાનો ઇનકાર કરતો હોય અને તો વીડિયો સોસિયલ મીડિયા પર વાઇરલ થયો હતો.

2 દિવસ પહેલા કાપોદ્રામાં ટ્રાફિક એએસઆઈ આર.જે.પરમાર ફરજ પર હતો. ત્યારે એક બાઇક સવારને મોબાઇલ ફોન પર વાત કરતા આર.જે. પરમારે પકડ્યો હતો. ત્યારે 1 હજાર રૂપિયાનો દંડ કરીને રસીદ આપવાની એએસઆઈ પરમારની ફરજ હતી. પરંતુ પરમારે 500 રૂપિયા લઈને રસીદ આપી ન હતી. જો રસીદ જોઈએ તો 1000 રૂપિયા આપવા પડશે એ‌વી વાત કરી હતી. બાઇક સવારે તેનો વીડિયો બનાવી લીધો હતો. બાઇક સવારે આ બાબતે એએસઆઈ પરમાર વિરુદ્ધ ડીસીપી ઝોન-1ને અરજી આપી હતી. તે અરજીની તપાસ દરમિયાન એએસઆઈએ 500 રૂપિયા ગેરકાયદે લીધા હોવાનો વીડિયો સોસિયલ મીડિયા પર વાઇરલ થયો હતો. તેના આધારે ટ્રાફિકના ડીસીપી ડો.સુધીર દેસાઈએ એએસઆઈ આર.જે. પરમારને તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કર્યો છે.

અન્ય સમાચારો પણ છે...