તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

922 કરોડના તાપી શુદ્ધિકરણ પ્રોજેક્ટનું ફોરેસ્ટ મિનિસ્ટ્રી સમક્ષ આજે પ્રેઝન્ટેશન

2 વર્ષ પહેલા
 • કૉપી લિંક
ઇન્ફ્રાસ્ટ્રક્ચર રિપોર્ટર | સુરત

પાલિકાએ તૈયાર કરેલા તાપી શુદ્ધિકરણના રૂપિયા 922.18 કરોડના પ્રોજેક્ટ અંગે કેન્દ્રની મિનિસ્ટ્રી ઓફ એન્વાયરોન્મેન્ટ ફોરેસ્ટ એન્ડ ક્લાઇમેટ ચેન્જના સેક્રેટરી સમક્ષ આજે સોમવારે પ્રેઝન્ટેશન કરાશે.તાપી શુદ્ધિકરણ પ્રોજેક્ટના સેક્રેટરી સમક્ષ પ્રેઝન્ટેશન કરાશે. ત્યાંથી મંજૂરી મળ્યા બાદ કેન્દ્રના ફાઇનાન્સ સેક્રેટરી પાસે પ્રોજેક્ટ જશે. ત્યાર બાદ અંતિમ મંજૂરી મળતાં ગ્રાંટ માટેનો માર્ગ મોકળો થશે. પાલિકા કમિશનર એમ. થેન્નારસન, સિટી ઈજનેર ભરત દલાલ, ડ્રેનેજ ઈજનેર ઈ.એચ. પઠાણ પ્રોજેક્ટ કન્સલ્ટન્સી તાપી શુદ્ધિકરણ પ્રોજેક્ટના પ્રેઝન્ટેશન માટે હાજર રહેશે. કાંકરાપારથી ઓએનજીસી બ્રિજ મગદલ્લા ગામ સુધીના સુડા, રાજ્ય સરકાર હેઠળના વિસ્તારો, શહેરનો વિસ્તાર મળી તાપી શુદ્ધિકરણનો સમગ્ર પ્રોજેક્ટનો ડી.પી.આર. કેન્દ્રના નેશનલ રિવર કન્ઝર્વેશન ડિરેક્ટોરેટની ગાઇડલાઇન મુજબ તૈયાર કરાયો હતો. તમામ કામગીરીનો ડીપીઆર તથા ફિઝિબિલિટી રિપોર્ટ અને સેનિટેશન પ્લાન તૈયાર કરાયો તેનો નેટ અંદાજ 922.18 કરોડ મંડાયો હતો. આ ડીપીઆર મુજબ મહાપાલિકાએ રૂપિયા 256.06 કરોડ સુડાએ રૂપિયા 492.14 કરોડ તથા રાજ્ય સરકારે 172.75 કરોડ ભાગે ખર્ચ આવે છે. કાંકરાપાર વિયરથી સુરત શહેરના ઓએનજીસી બ્રિજ સુધીના તાપી નદીના ડાબા કાંઠાના 13 અને જમણા કાંઠાના 11 આઉટલેટ્સ મળીને કુલ 24 મહત્ત્વના આઇટલેટ્સને આવરી લેવામાં આવ્યા છે. આગામી વર્ષ 2048 સુધીની વસ્તીને ધ્યાને રાખી જુદા-જુદા પ્રકલ્પનું આયોજન કરાયું છે. જોકે, છેલ્લા 3 વર્ષથી પ્રોજેક્ટ કાગળ પર જ ચાલી રહ્યો હોઈ તાપી નદી ગટર ગંગા જ થઈને રહી ગઈ છે.

24 આઉટલેટ્સ બંધ કરવાનું આયોજન
ડીપીઆરમાં રાંદેરથી વરાછા વિસ્તારના કુલ 11 આઉટલેટને ઇન્ટરસેપ્ટ કરી તેના કલેક્શન, ટ્રાન્સમીશન અને ટ્રીટમેન્ટનું આયોજન છે.

સુડાના 15 ફળિયાં-ગામડાં, નગરો તથા રાજ્ય સરકારનાં 59 ફળિયાં-ગામડાં-નગરોના ગંદા પાણીને નદીમાં ભળતાં રોકવા ટ્રીટમેન્ટ કરી તેના નિકાલ કરવાનું આયોજન છે. 202 કિ.મી. ડ્રેનેજ નેટવર્ક, 36 સુએઝ પંપિંગ સ્ટેશન તથા 31 જેટલા ટ્રીટમેન્ટ પ્લાન્ટને લગતી કામગીરી છે.

રાજ્ય સરકાર હસ્તકના વિસ્તારમાં 59 એમ.એલ.ડી, સુડા વિસ્તારમાં 302 એમ.એલ.ડી અને પાલિકા વિસ્તારમાં 299 એમ.એલ.ડી મળીને મહત્તમ 660 એમએલડી ગંદું પાણી શુદ્ધ કરવાનું આયોજન છે.

9 કરોડ માટે સુડાના બજેટમાં જોગવાઈ
ગત વર્ષે જ સુડા વિસ્તારમાં પાલિકાએ સ્વભંડોળમાંથી કરેલી કામગીરીના 32 કરોડ પાલિકાને સુડાએ ફાળવી આપ્યા છે. 922.18 કરોડ પૈકી પાલિકાના રૂપિયા 256 કરોડના અંદાજોમાં 10 ટકા લેખે 25.60 કરોડ તથા લેબોરેટરી ના 1.22 કરોડનો ખર્ચ આપવા સરકારમાં અગાઉ રજૂ કરાયો છે. તાજેતરમાં 100 એમએલડી વાલક- 50 એમએલડી વરાછાના અશુદ્ધ પાણીને ડાયવર્ટ કરાતાં કુલ 150 એમએલડી અશુદ્ધ પાણી તાપી નદીમાં ભળતું અટક્યું છે. તેમ ડ્રેનેજ વિભાગના કાર્યપાલક ઇજનેર ઈ.એચ.પઠાણે જણાવ્યું હતું.

ઇન્ફ્રાસ્ટ્રક્ચર રિપોર્ટર | સુરત

પાલિકાએ તૈયાર કરેલા તાપી શુદ્ધિકરણના રૂપિયા 922.18 કરોડના પ્રોજેક્ટ અંગે કેન્દ્રની મિનિસ્ટ્રી ઓફ એન્વાયરોન્મેન્ટ ફોરેસ્ટ એન્ડ ક્લાઇમેટ ચેન્જના સેક્રેટરી સમક્ષ આજે સોમવારે પ્રેઝન્ટેશન કરાશે.તાપી શુદ્ધિકરણ પ્રોજેક્ટના સેક્રેટરી સમક્ષ પ્રેઝન્ટેશન કરાશે. ત્યાંથી મંજૂરી મળ્યા બાદ કેન્દ્રના ફાઇનાન્સ સેક્રેટરી પાસે પ્રોજેક્ટ જશે. ત્યાર બાદ અંતિમ મંજૂરી મળતાં ગ્રાંટ માટેનો માર્ગ મોકળો થશે. પાલિકા કમિશનર એમ. થેન્નારસન, સિટી ઈજનેર ભરત દલાલ, ડ્રેનેજ ઈજનેર ઈ.એચ. પઠાણ પ્રોજેક્ટ કન્સલ્ટન્સી તાપી શુદ્ધિકરણ પ્રોજેક્ટના પ્રેઝન્ટેશન માટે હાજર રહેશે. કાંકરાપારથી ઓએનજીસી બ્રિજ મગદલ્લા ગામ સુધીના સુડા, રાજ્ય સરકાર હેઠળના વિસ્તારો, શહેરનો વિસ્તાર મળી તાપી શુદ્ધિકરણનો સમગ્ર પ્રોજેક્ટનો ડી.પી.આર. કેન્દ્રના નેશનલ રિવર કન્ઝર્વેશન ડિરેક્ટોરેટની ગાઇડલાઇન મુજબ તૈયાર કરાયો હતો. તમામ કામગીરીનો ડીપીઆર તથા ફિઝિબિલિટી રિપોર્ટ અને સેનિટેશન પ્લાન તૈયાર કરાયો તેનો નેટ અંદાજ 922.18 કરોડ મંડાયો હતો. આ ડીપીઆર મુજબ મહાપાલિકાએ રૂપિયા 256.06 કરોડ સુડાએ રૂપિયા 492.14 કરોડ તથા રાજ્ય સરકારે 172.75 કરોડ ભાગે ખર્ચ આવે છે. કાંકરાપાર વિયરથી સુરત શહેરના ઓએનજીસી બ્રિજ સુધીના તાપી નદીના ડાબા કાંઠાના 13 અને જમણા કાંઠાના 11 આઉટલેટ્સ મળીને કુલ 24 મહત્ત્વના આઇટલેટ્સને આવરી લેવામાં આવ્યા છે. આગામી વર્ષ 2048 સુધીની વસ્તીને ધ્યાને રાખી જુદા-જુદા પ્રકલ્પનું આયોજન કરાયું છે. જોકે, છેલ્લા 3 વર્ષથી પ્રોજેક્ટ કાગળ પર જ ચાલી રહ્યો હોઈ તાપી નદી ગટર ગંગા જ થઈને રહી ગઈ છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજની સ્થિતિ થોડી અનુકૂળ રહેશે. બાળકોને લગતા કોઇ શુભ સમાચાર મળવાથી મન પ્રસન્ન રહેશે. ધાર્મિક ગતિવિધિઓમાં સમય પસાર કરવાથી માનસિક શાંતિ પણ મળી શકે છે. નેગેટિવઃ- ધનને લગતું કોઇપણ પ્રકારનું લે...

  વધુ વાંચો