તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

આજે લગ્નનું છેલ્લું મુહૂર્તઃ હવે 16 એપ્રિલથી લગ્નોની મોસમ શરૂ થશે

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક

ફાગણ સુદ પૂનમની રાતે હોળાષ્ટક પૂર્ણ થતાં 11 અને 12 માર્ચે બે દિવસ લગ્નના મુહૂર્ત છે. 14 માર્ચથી મીનારકનો પ્રારંભ થતાં આજે છેલ્લું મુહૂર્ત. ત્યારબાદ 16 એપ્રિલે લગ્નનું પ્રથમ મુહૂર્ત આવશે અને 30 જૂને છેલ્લાં મુહૂર્ત બાદ છેક નવેમ્બરમાં લગ્નની મોસમનો પ્રારંભ થશે.

વિક્રમ સંવત 2076માં લગ્નોના મુહૂર્ત માંડ 43 દિવસ હતા. તેમાં માર્ચમાં હોળાષ્ટકનો પ્રારંભ થતાં 8 દિવસ લગ્નો બંધ રહ્યાં. 11મીએ ફરી શરૂ થયા અને આજે 12મીના રોજ માર્ચના અંતિમ મુહૂર્ત સાથે ફરી લગ્નોની મોસમ 1 મહિનો અને 4 દિવસ થંભી જશે. આ અંગે પંડિત દેવવ્રત કશ્યપે જણાવ્યું હતું કે આ વર્ષે પાંચ ગ્રહણ, હોળાષ્ટક અને ગુરૂ-શુક્રના અસ્તને કારણે લગ્નોના મુહૂર્ત માંડ 43 દિવસ હતા, જેમાં હવે એપ્રિલથી જૂન સુધીમાં ફક્ત સોળ દિવસ જ રહેશે. બાદમાં છેક નવેમ્બરની 25મી સુધી લગ્નો નથી.

આ વર્ષે આસો મહિનો અધિક મહિનો છે.આથી કારતકમાં લગ્નની સિઝનનો પ્રારંભ જે નવેમ્બરથી થતો હતો, તે આ વર્ષે નહીં થાય. તેમાં પણ 25 નવેમ્બરે કારતક સુદ એકાદશીએ તુલસી વિવાહ સાથે લગ્નોની મોસમના પ્રારંભ બાદ પ્રથમ મુહૂર્ત છે. જેમાં ફક્ત બે જ દિવસ લગ્નો છે. ત્યારબાદ ડિસેમ્બર 2020માં પાંચ દિવસ લગ્નોના મુહૂર્ત છે. આમ સન 2020માં સોળ અને સાત મળી કુલ 23 દિવસ લગ્નના મુહૂર્ત રહેશે, જેમાં 30 જૂન બાદ 4 મહિના અને 25 દિવસ માટે લગ્નો બંધ રહેશે. 2021માં લગ્નના મુહૂર્તનો પ્રારંત 18 જાન્યુઆરીએ મકરસંક્રાંતિ બાદ થશે.

14 માર્ચથી 13 એપ્રિલ મીનારક, લગ્નોના મુહૂર્ત હવે પછી ફક્ત સોળ દિવસ, 30મી જૂન બાદ છેક નવેમ્બરમાં લગ્નની મોસમ

મહિનો તારીખ

એપ્રિ. 16, 26

મે 2, 5, 6, 8,

14, 17, 18, 19

જુન 11, 14, 15, 25,

29, 30

નવે. 25, 30

ડિસે 1, 7, 8, 9, 11
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમે તમારા વ્યક્તિગત સંબંધને મજબૂત કરવામાં વધારે ધ્યાન આપશો. સાથે જ તમારા વ્યક્તિત્વ અને વ્યવહારમાં થોડું પરિવર્તન લાવવા માટે સમાજસેવી સંસ્થાઓ સાથે જોડાવવું અને સેવા કાર્ય કરવું ખૂબ જ યોગ...

  વધુ વાંચો