તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Surat
 • Surat News Today The Windstorm Will Be A Good Day To Day Wind Direction North West Not Able To Get A Two Wheeler On The Flyover Until 14 15 January 075041

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

આજે પવનનો વરતારો સારો, દિવસભર પવનની દિશા ઉત્તર-પશ્ચિમ રહેશે, 14-15 જાન્યુઆરી સુધી ફ્લાયઓવર પર ટૂ-વ્હીલર જઈ શકશે નહીં

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક
આ છે મોજીલા સુરતની ઉત્તરાયણ..આ એવું શહેર છે જ્યાં પ્લેનને પતંગથી બચાવવા 8 કર્મચારીઓને તૈનાત કરવામાં આવે છે. સાંજ સુધીમાં તો વૃક્ષોમાં પાન ઓછા ને પતંગો વધારે જોવા મળે એવું દૃશ્ય પણ અહીંયા જ જોવા મળે છે. ગાડીના ટાયરમાં જ એટલા દોરીનાં ગૂંચા ફસાઇ જાય છે કે લોકોને ઉત્તરાયણ પછી ફરજિયાત ગાડીની સર્વિસ કરાવવી પડે છે. ડીજીવીસીએલ વાયરોમાંથી લટકતા પતંગ-દોરી હટાવવા માટે ખાસ અભિયાન યોજે છે. ઉંધિયા પાર્ટી પણ માત્ર આજ શહેરમાં જાય છે. દાન-પૂણ્ય કરવા શહેરના રસ્તાઓ પર ખાસ સ્ટોલ લાગે છે. મંદી છે..મંદી છે..ની બુમો પણ આ શહેરમાં જ વધારે પડે છે છતાં ડબગરવાડ, ભાગળ અને રાંદેરમાં પડે તેને કટકો જેવી સ્થિતિ પણ સર્જાય છે. સુરતના આવા જ મિજાજને 13 વર્ષના આયુષ સોનાણીએ ચિત્ર દ્વારા દર્શાવી.

હુરટીઓની ઉત્તરાયણ
વિશ્વના 97 દેશના 40 હજાર સ્પર્ધકોને હરાવીને વિજેતા થનાર સુરતના 13 વર્ષના આયુષે કાગળ પર સંક્રાંતિનો મિજાજ કંડાર્યો
સુરત, મંગળવાર, 14 જાન્યુઆરી, 2020 | 2

5થી 12 કિમીની ઝડપે પવન

ફૂંકાશે, ઠુમકા મારવા નહીં પડે
વેધર રિપોર્ટર.સુરત: પતંગરસિયાઓ માટે ખુશીના સમાચાર છે. ઉત્તરાયણમાં પવનની ગતિ 8થી 14 કિ.મી પ્રતિકલાકની રહેશે. જેથી પતંગ ચગાવવા માટે બહુ ઠુમકા મારવાની જરૂર નહીં પડે! હવામાન વિભાગના જણાવ્યાનુસાર દિવસભર પવનની દિશા ઉત્તર-પશ્ચિમ રહેશે. આજે ઉત્તર-પશ્ચિમ દિશાથી સવારે 8થી 10 કિ.મી અને બપોર બાદ 10થી 14 કિ.મી ગતિએ પવન ફૂંકાશે.

કાચની ભૂકીથી કોટેડ દોરી નહીં વેચી શકાય
14 મી તારીખે સવારે 6 થી લીને 15 મી તારીખની રાત્રે 10 વાગ્યા સુધીમાં શહેરના તમામ ફ્લાય ઓવર બ્રીજ પર ટુ વ્હિલરના અવર-જવર પર પ્રતિબંધ મૂક્યો છે.શહેરમાં તુક્કલના વેચાણ,સંગ્રહ,કે ઉડાવવા પર 19 જાન્યુઆરી સુધી પ્રતિબંધ મૂક્યો છે. જાહેર જગ્યા પર પતંગ ઉડાવવા કે પકડવા પર પ્રતિબંધ મૂક્યો છે. તેમજ નાઇલોન દોરી, ચાઈનીજ દોરી કે લોખંડ કે કાંચના ભુક્કાથી કોટેડ કરેલ દોરીના વેચવા કે તેનાથી પતંગ ઉડાવવા પર પ્રતિબંધ મૂક્યો છે.

ઈજાગ્રસ્ત પક્ષીઓ માટેના હેલ્પલાઇન નંબર
સિવિલ હોસ્પિટલ ખાતે નર્સિંગ એસોસિએશન અને સહસ્ત્રફણા પાર્શ્વનાથ ચેરિટેબલ ટ્રસ્ટના સંયુક્ત ઉપક્રમે સોમવારથી હેલ્પલાઈન શરૂ કરવામાં આ‌વી છે. આ સાથે પ્રયાસ (9825229081) નેચર ક્લબ (9825057678), કરૂણા જીવદયા (9825298063), સ્વર ચેરીટેબલ (9824356044), જાનકી જીવદયા (9726000709), બ્યુટી વિધાઉટ બર્ડ (9824199118), પ્રયાસ, ફ્રેન્ડ્સ ઓફ એનિમલ વેલફેર (9998871399), ઓમકાર જીવદયા (9825592595) પર સંપર્ક કરી શકાશે

ઊંધિયાના ઓર્ડરમાં 20%નો વધારો નોંધાયો
દર વર્ષે કરતાં આ વખતે પતંગી પ્રેમી સુરતીઓમાં પતંગ-ફીરકીની ખરીદીમાં ઓછો રસ જોવા મળ્યો છે. બીજીતરફ રો-મટીરિયલ્સ મોંઘા થતાં પતંગ અને દોરીની કિંમતમાં 20 થી 25 ટકાનો વધારો નોંધાયો છે. નવ યુવાનોનો પતંગ પ્રત્યેનો ક્રેઝ ઓછો થતાં 40 ટકા વેપાર ડાઉન છે, જ્યારે શાકભાજી મોંઘા છતાં ઉધિંયા પાર્ટીના ઓર્ડરમાં 20 ટકાનો વધારો નોંધાયો છે એવું કેટરીંગ એસોસિએશન દ્વારા જણાવાયુ હતું.

આજે આવી રહેશે પવનની ગતિ
સવાર 10થી 2

વાયવ્ય (N-W) 8-10km/h
બપોર 2થી 4

વાયવ્ય (N-W) 13-14km/h
બપોર 4થી 6

વાયવ્ય (N-W) 10-12km/h
વિનંતી
ઉત્તરાયણમાં આપણી મજા પક્ષીઓ માટે સજા ન બને એનું પણ ધ્યાન રાખવું એ આપણી ફરજ છે. આપણી થોડી જાગૃતિથી પક્ષીઓને મોતના મુખમાંથી ધકેલતા રોકી શકાય છે. ગયા વર્ષે 100થી વધુ પક્ષીઓ ઉત્તરાયણમાં ઘાયલ થયા હતાં જેમાંથી અમુક પક્ષીઓના મોત પણ થયા હતાં. આ સાથે કાતીલદોરીથી ગયા વર્ષે 15 ઘટનાઓ બની હતી જેમાં બાઇક ચાલકો દોરીથી ગંભીર રીતે ઘાયલ થયા હતાં. આવા સંજોગો ફરી બને નહીં એ માટે સવારે 6 થી 8 અને સાંજે 5 થી 7 દરમિયાન પતંગ ન ઉડાવીએ તો ઘણા પક્ષીઓને ઘાયલ થતાં આપણે બચાવી શકીએ છીએ.

સાંજે 6 પછી

વાયવ્ય (N-W) 4-5km/h
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમારી મહેનત અને પરિશ્રમથી કોઇ મહત્ત્વપૂર્ણ કામ પૂર્ણ થવાનું છે. કોઇ શુભ સમાચાર મળવાથી ઘર-પરિવારમાં સુખનું વાતાવરણ રહેશે. ધાર્મિક કાર્યો પ્રત્યે પણ રસ વધશે. નેગેટિવઃ- સફળતા મેળવવા માટે મર્...

  વધુ વાંચો