તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

આજથી વેસુમાં મનભરી ફાર્મમાં ભક્તમાળ કથા

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સુરત ઃ શહેરની શ્રી રામકૃષ્ણ સેવા સમિતી દ્વારા વેસુના વીઆઈપી રોડ પર આવેલા મનભરી ફાર્મમાં ભક્તમાળ કથાનો સોમવારથી પ્રારંભ કરાશે. ધનુર્માસ નિમિત્તે આયોજિત કથામાં 13 જાન્યુઆરી સુધી કથાકાર ગૌરદાસ મહારાજ ભક્તોની કથાનું રસપાન કરાવશે. કથાનો પ્રારંભ સોમવારે બપોરે 1 કલાકે ને સાંજે 6.30 કલાકે સમાપન કરાશે. આયોજક સમિતિના નરેન્દ્ર સાબૂએ કહ્યું કે, ગૌરદાસ મહારાજ ભગવાનના મહાન ભક્તોના ચરિત્રની કથાનું રોજ રસપાન કરાવશે. આ કથા પૂર્વે સભામાં ટ્રાફિક, પાર્કિંગ, બસ વ્યવસ્થા સહિતની વ્યવસ્થાઓ માટે સમિતિના સભ્યોને સૂચનાઓ આપી હતી. વીઆઈપી વિભાગમાં બપોરે 3 વાગ્યા સુધી જ પ્રવેશ. બેઠકમાં 30 હજાર ભક્તો માટે વ્યવસ્થા કરી છે.

અન્ય સમાચારો પણ છે...