આજે શ્રીનાથજી હવેલીનો પાટોત્સવ ઉજવાશે

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

શહેરના બાલાજી રોડ પર આવેલી અતિ પ્રાચીન શ્રીનાથજી હવેલીમાં મહા સુદ સાતમના રોજ પાટોત્સવની ઉજવણી કરાશે. આ અંગે વૈષ્ણવ સંગઠનના અજય દલાલે જણાવ્યું હતું કે શ્રીનાથજી બાવાના પાટોત્સવ નિમિત્તે સવારે 7.30થી 8.30 મંગળાના દર્શન કરાશે. ત્યારબાદ સવારે 10થી 10.30 પલનાના દર્શન થશે અને સવારે 11.30થી 12 કલાકે શ્રીતિલકના દર્શન થશે. આ સાથે ધ્વજારોહણનો કાર્યક્રમનું પણ આયોજન કરવામાં આવ્યું છે.

આ ઉપરાંત શ્રીનાથજી મંદિર બાલાજી રોડથી સાંજે ઉત્થાપનના લાભ પછી શોભાયાત્રા નીકળશે. શોભાયાત્રામાં કિર્તન અને ભજનમંડળીના સથવારે ઠાકોરજીને લાડ લડાવાશે. આ સાથે પ્રાંગણમાં સાથિયા પૂરી નિજમંદિરમાં ઠાકોરજીની પધરામણી કરાશે. સાંજે 7.30 કલાકે ઠાકોરજીને હીંચકે ઝૂલાવી ફુલફાગના મનોરથના દર્શનનો લહાવો મળશે. આજ દર્શનમાં હોળી ખેલના મનોરથ પણ કરાશે.

અન્ય સમાચારો પણ છે...