તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

આજે મકર સંક્રાંતિ ઃ પુણ્ય દાન માટે ઉત્તમ દિવસ, સૂર્યની ઉપાસના સમૃદ્ધિ અપાવશે

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક
રિલિજીયન રિપોર્ટર, સુરત ઃ મકરસંક્રાતિના દિવસે દાનનો અલગ જ મહિમા છે. મકરસંક્રાંતિએ સૂર્ય દેવને અર્ધ્ય આપી ગાયત્રી મંત્ર કે ઓમ સૂર્યાય નમઃ, ઓમ આદિત્યાય નમઃ મંત્ર જાપ કરી સૂર્યની ઉપાસનાથી બળ, બુદ્ધિ અને તેજ મળે છે. મહાદેવજી કે વિષ્ણુની આરાધનાથી સુખ,શાંતિ, ઐશ્વર્ય મળે છે. ઉત્તરાયણના દિવસે લોકો અનાજ, વસ્ત્રો, શેરડી અને વિવિધ ફળોનું દાન કરતા હોય છે. આ ઉપરાંત તલના લાડવામાં પૈસો મુકીને ગુપ્તદાન કરે છે. સ્વામીનારાયણ સંપ્રદાયમાં પણ ઝોળીદાનનું વિશેષ મહત્વ છે. આ દિવસે ગાયોને ઘાસ ખવડાવવાનો પણ મહિમાં છે. સુરતમાં પણ વિવિધ સંસ્થાઓ દ્વારા પણ વસ્ત્રદાન, વગેરેના કાર્યક્રમો યોજાશે.

શહેરની વિવિધ ગૌશાળાઓમાં ગાયોને ઘાસ ખવડાવવા લોકો ઊમટશે
ગરીબો, ભીક્ષુકોને મિષ્ઠાન ભોજન કરાવાશે
શ્રી રત્નેશ્વર મહાદેવ યુવક મંડળ દ્વારા મકરસંક્રાતિ નિમિત્તે મિષ્ટાન, પાકા ભોજનનો ભંડારો ગરીબો અને ભીક્ષુકો માટે યોજે છે. ચાલુ વર્ષે પણ મિષ્ટાન સાથે પાકા ભોજનના ભંડારાનું આયોજન કરશેે. 15મીએ બુધવારે સવારે 10 વાગ્યાથી 1:30 સુધઈ મહિધરપુરાના રત્નેશ્વર મહાદેવ મંદિર ખાતે ભંડારાનું આયોજન કર્યું છે. મગની દાળનો શીરો, દુધીનો હલવો, સહિત ભોજનના ભંડારાનું આયોજન કરાયું છે.

આદિવાસી વિસ્તારોમાં અન્નદાન - વસ્ત્રદાન
ભિક્ષુ ભોજન સેવા બ્રિજ ભુમિ રેસીડેન્સી દ્વારા મકરસંક્રાતિ નિમિત્તે ડાંગ, વઘઈ અને આહવા આદિવાસી વિસ્તારોમાં ખાદ્ય સામગ્રી સિવાય ધાબળા, ચપ્પલ, ચટ્ટાઈ, રાશન સહિતની કીટનું વિતરણ કરવા જશે. ગત વર્ષથી આ વર્ષ સુધી ભિક્ષુ ભોજન સેવા દ્વારા લગભગ 1200 પરિવારોને દર મહિને આ કીટનું વિતરણ કરવામાં આવે છે. ચાલુ વર્ષે પણ આદિવાસી વિસ્તારના પરિવારોને કીટનું વિતરણ કરાશે.

સુરત બહારના ગરીબ લોકોને ભોજનનું દાન
શ્રી રામાયણ પ્રચાર મંડળ દ્વારા ગત વર્ષની જેમ આ વર્ષે પણ 14 મી જાન્યુઆરીએ મકરસંક્રાંતિના શુભ પ્રસંગે આદિજાતિ અને ગરીબ લોકોને સુરતની બહાર પુરી-શાક, કપડાંનું દાન કરાશે. ભરાડિયા હાઉસ, આશા નગર -1, ઉધના, થી સવારે 4 વાગ્યે બોર્ડના સભ્યો રવાના થશે. ત્યાંથી પરત ફરતી વખતે ગલતેશ્વર મહાદેવ ખાતે સ્નાન, પૂજા અને ગાયની સેવા કરવામાં આવશે.

બાળકોને શૈક્ષણિક સામગ્રીનું વિતરણ કરાયું
મકરસંક્રાંતિના શુભ પ્રસંગે શ્રી મહેશ બાલાજી ભક્ત મંડળ, સુરત દ્વારા દિવ્યચક્ષુ ધરાવતા લોકોનો આશ્રમ, નારી સંરક્ષણ ગૃહ, અનાથાશ્રમમાં જરૂરીયાતમંદ બાળકો માટે જરૂરી સામગ્રી અને અભ્યાસ સામગ્રીનું વિતરણ કરાયું! બોર્ડના અધ્યક્ષ શ્રી રાજીવ રાધેચાએ જણાવ્યું હતું કે અમારું બોર્ડ સતત સામાજિક અને ધાર્મિક કાર્યોમાં તેની સેવાઓ પ્રદાન કરે છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- કોઇપણ લક્ષ્યને પોતાના પરિશ્રમ દ્વારા પ્રાપ્ત કરવામાં સક્ષમ રહેશો. ઊર્જા અને આત્મવિશ્વાસથી પરિપૂર્ણ દિવસ પસાર થશે. કોઇ શુભચિંતકના આશીર્વાદ તથા શુભકામનાઓ તમારા માટે વરદાન સાબિત થશે. નેગેટિવ...

  વધુ વાંચો