તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

આજે 152 યુગલો પ્રભુતામાં પગલા પાડશે

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક
સેવા, સહકાર અને સંગઠનની ભાવના સાથે 37 વર્ષ પહેલા રોપવામાં આવેલ સૌરાષ્ટ્ર પટેલ સેવા સમાજના સમૂગલગ્નમાં ચોથો દાયકો ચાલી રહ્યો છે. આ અંગે સમાજના પ્રમુખ કાનજીભાઈ ભાલાળાએ જણાવ્યું હતું કે માત્ર ત્રણ દંપતિઓ સાથે 1983માં શરૂ થયેલા સમૂહલગ્નના પથ પર ચાલીને 2019 સુધીમાં 4852 યુગલોએ દાંપત્ય જીવનની કેડી કંડારી છે.

સૌરાષ્ટ્ર પટેલ સેવા સમાજ દ્વારા 1995ના વર્ષ સુધી સવાર અને સાંજ એમ વર્ષમાં બે વખત લગ્નનું આયોજન થતું હતું. 1995થી તેમાં સુધારો કરી સમાજ દ્વારા માત્ર એક સાંજના સમયે જ મોટું આયોજન કરવામાં આવ્યું. 2019ના સમૂહલગ્નમાં 261 યુગલોએ પ્રભુતામાં પગલાં પાડ્યા હતા. જેથી કુલ 4852 યુગલોએ ગત વર્ષ સુધીમાં નવજીવનનો પ્રારંભ કર્યો છે. આજે તેમાં વધુ 152 યુગલો જોડાતા કુલ 5005 દંપતિઓ નવા જીવનનો પ્રારંભ કરશે.

4825 સમૂહલગ્ન કરાવ્યા બાદ હવે પટેલ સમાજ હોસ્ટેલ, ઓડિટોરીયમ બનાવશે
રિલિજિયન રિપોર્ટર, સુરત | સૌરાષ્ટ્ર પટેલ સેવા સમાજના સમૂહલગ્નમાં આ વર્ષે 152 યુગલો પ્રભુતામાં પગલાં પાડતા કુલ આંક 5 હજારને પાર કરી જશે, જે આજે મોટા વરાછા અબ્રામા રોડ, પી.પી.સવાણી ગ્રાઉન્ડમાં યોજાશે. આ વખતે ‘સમજણને સલામ’ થીમ પર યુગલો સંકલ્પ લેશે. તેમજ સમાજ માટે નવા હોસ્ટેલ બિલ્ડીંગ અને ઓડિટોરીયમને પાંચ વર્ષમાં સાકાર કરવાનો સંકલ્પ લેવાશે.

દરેક દશકામાં સતત પરિવર્તન જોવા મળ્યું
સમુહલગ્નના સંચાલકો કહે છે કે જ્યારે સમૂહલગ્નનો પ્રારંભ કરાયો ત્યારે ત્રણ યુગલોને હાથ જોડી વિનંતી કરી તૈયાર કર્યા હતા. તે સમયે સમાજમાં લાજ કાઢવાની રૂઢિ હતી. બીજા દશકામાં થોડું પરિવર્તન આવ્યું અને લાજની પ્રથા ઘટી ગઇ. લોકો સમૂહલગ્નમાં સ્વેચ્છાએ જોડાવા લાગ્યા અને દંપતિઓની સંખ્યા વધતી ગઇ. ત્રીજા દશકામાં રૂઢિગત પ્રથામાં જાગૃતિનું સારું પરિણામ પ્રાપ્ત થયું, નવા વિચારો સમાજ સમક્ષ મુકાયા, જળસંચય પ્રવૃત્તિ પર ભાર મુકાયો. હવે ચોથા દશકામાં સમાજ સેવા, સંગઠનથી એક કદમ આગળ વધીને ખોટા ખર્ચ પર લગામ, શિક્ષણ પર ભાર મુકાયો, સ્વચ્છતા, વ્યસનમુક્તિ, આત્મહત્યાના વિચારો નહીં કરવા, ખોટા ખર્ચાઓ ન કરવા ઉપરાંત આ વખતે ‘સમજણને સલામ’ની થીમ સાથે સમાજમાં સારા નાગરિક બનાવનો સંકલ્પ લેવાશે.

51 વિધવા બહેનોને સહાયનો ચેક અપાશે
સૌરાષ્ટ્ર પટેલ સેવા સમાજના 61માં સમૂહલગ્નોત્સવમાં સમાજની 51 જેટલી વિધવા બહેનોને સહાયતા માટે વિનુભાઇ રામાણી, વિઠઅઠલભાઇ રામાણી અને બાબુભાઇ ગોધાણી તરફથી 10-10 હજાર રૂપિયાનો ચેક મળી કુલ પાંચ લાખ રૂપિયાની રકમ અર્પણ કરાશે. આ સાથે વાલક પાટિયા નજીક 40 કરોડના ખર્ચે સમાજની હોસ્ટેલનું ભવન પાંચ વર્ષમાં સાકાર કરવાનો સંકલ્પ લેવાશે.

જયજવાન નાગરિક સમિતિના સન્માન બાદ સુરક્ષાદળના બે જવાનો બન્યા નવદંપતિ
મૂળ સૌરાષ્ટ્રના ગીર સોમનાથ જિલ્લાના ગીરગઢડા ગામમાં રહેતી સીઆરપીએફની મહિલા જવાન દયાબેન ધાનાણીનું જયજવાન નાગરિક સમિતિ દ્વારા વર્ષ 2018માં સન્માન કરવામાં આવ્યું હતું. આ સન્માનની વાત સીઆરપીએફમાં પેરા કમાન્ડો તરીકે ફરજ બજાવતા હાર્દિક બેલડિયાના પરિવાર સુધી સમાજના કેટલાક મોભીઓ દ્વારા પહોંચી અને બંન્ને પરિવાર પરસ્પર ખુશીના માહોલ વચ્ચે સંબંધથી જોડાયા અને દયાબેનનો સંબંધ હાર્દિક સાથે જોડાયો. કઠિન પરિશ્રમ આકરી તાલીમ મેળવી હાલ તે પશ્ચિમ બંગાળમાં સીઆરપીએફમાં પેરા કમાન્ડોની ફરજ બજાવી રહ્યો છે. દયાબેન ઉપરાંત તેમની સગી નાની બહેન કિંજલના પણ આ જ લગ્નોત્સવમાં 101 નંબરના મંડપમાં કપિલ વરસાણી સાથે લગ્ન થઇ રહ્યા છે.

દયાબેન અને હાર્દિકભાઈ

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- વ્યક્તિગત તથા પારિવારિક ગતિવિધિઓમાં તમારી વ્યસ્તતા રહેશે. કોઇ પ્રિય વ્યક્તિની મદદથી તમારું અટવાયેલું કામ પણ પૂર્ણ થઇ શકે છે. બાળકોની શિક્ષા અને કરિયરને લગતા મહત્ત્વપૂર્ણ કાર્ય પણ પૂર્ણ થઇ શક...

  વધુ વાંચો