તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વિવિધ રાજ્યોની સંસ્કૃતિ સમજવા યુવાને 50 દિવસમાં 10 હજાર કિમીની રાઈડ કરી

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સુરત | વિવિધ રાજ્યોની સંસ્કૃતિને જાણવા અનીષ બાહેતીએ 7 અઠવાડિયામાં 10 હજાર કિમીથી બાઇક સોલો રાઈડ કરી હતી. એમણે ગુજરાતના અમદાવાદથી, મહારાષ્ટ્ર, ગોવા, તેલંગાણા, કર્નાટકા, રાજસ્થાન, કેરળ, આંધ્ર પ્રદેશ, તમિલનાડુના 70 ગામ અને શહેરને કવર કરી અમદાવાદમાં સફર પૂરો કર્યો હતો.

રસ્તામાં એવી ક્ષણ પણ આવી જ્યાં 100 કિમી સુધી કોઈ ન હતું
હું સેલ્ફ ડેવલપમેન્ટ કોચ છું મને સોલો રાઈડ કરવાનો ઘણો શોખ છે. નાની મોટી ઘણી રાઈડ કરી ચુક્યો છું પણ પહેલી વખત આ પ્રકારની મોટી રાઈડ કરી. ભારતમાં દરેક રાજ્યમાં જુદાં જુદા ધર્મ અને સંસ્કૃતિ પાળવામાં આવે છે. મને નવા લોકોથી મળવાનો અને તેમના વિશે જાણવાનો શોખ છે એ સાથે જ નવા નવા રાજ્યોના રહેઠાણ અને ફૂડ વિશે પણ મને જાણવું હતું જેથી મેં આ પ્રકારની રાઇડ શરૂ કરી હતી. હું લોકોને મેસેજ આપવા માગું છું કે દેશ કે દુનિયા ફરવા ગ્રુપની જરૂર નથી તમે એકલા પણ ત્યાં ફરી શકો છો. આ રાઈડમાં ઘણા બધા ચેલેન્જિસ આવ્યાં. ખાવાથી લઈને અલગ-અલગ ભાષાના લીધે લોકો સાથે સીધી વાતચીત કરવામાં પણ મુશ્કલી નડતી હતી. આ બધી સમસ્યાઓ હોવા છતાં પણ નવા લોકોને મળવાનો આનંદ આવ્યો. 100 કિમી સુધી તમને કોઈ વ્યક્તિ પણ ન મળે એવું પણ બન્યું પણ આ બધાથી તમે લાઈફમાં આવતી સમસ્યામાંથી કઈ રીતે પસાર થવું એ શીખી શકો છો. એકલા સફર કરવાથી તમને પોતાને જાણવાની તક મળે.

આ બાઇક રાઈડ અમદાવાદથી શરૂ થઈ હતી અને ગુજરાત, મહારાષ્ટ્ર તેમજ તમિલનાડુ થઈને અમદાવાદમાં જ પૂરી થઈ હતી
અનીષ બાહેતી

અન્ય સમાચારો પણ છે...