તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ટાઇગર્સની ટીમે 10 ઓવરમાં 147/0 ફટકાર્યા, 89 રનથી વિજય

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સુરત | વિશ્વકર્મા કેળવણી મંડળ સુરત અને સમસ્ત સૌરાષ્ટ્ર ગુર્જર સુથાર સમાજ દ્વારા યોજવામાં આવેલી ‘વીપીએલ-2019’ની ચોથી મેચમાં ગજ્જર ટાઇટન્સ અને ગજ્જર વોરિયર્સ વચ્ચે મેચ રમાઈ હતી જેમાં ગજ્જર ટાઇટન્સની ટીમે 10 ઓવરમાં 7 વિકેટના નુકસાન પર ફક્ત 60 રન જ કરી શકી હતી. જવાબમાં ગજ્જર વોરિયર્સની ટીમે આ ટાર્ગેટ ફક્ત 5.2 ઓ‌વરમાં પૂરા કરી 10 વિકેટથી વિજય હાંસલ કર્યો હતો. 24 બોલમાં 38 રન ફટકારનાર અમન ઝિન્ઝુવાડિયાને મેન ઓફ ધ મેચ જાહેર કરાયો હતો.પાંચમી મેચ ગજ્જર લાયન્સ અને ગજ્જર આર્મી વચ્ચે રમાઈ હતી જેમાં ગજ્જર આર્મીનો 9 વિકેટે વિજય થયો હતો. ગજ્જર લાયન્સે પ્રથમ બેટિંગ કરતા 10 ઓવરમાં 7 વિકેટ ગુમાવી ફક્ત 92 રન જ કરી શકી હતી જેના જવાબમાં ગજ્જર આર્મીએ આ ટાર્ગેટ 9 વિકેટ ગુમાવી પૂરો કરી લીધો હતો. 39 રન બનાવનાર મનીષ કરસાલાને મેન ઓફ ધ મેચ જાહેર કરાયો હતો. છઠ્ઠી મેચ ગજ્જર ટાઈગર અને ગજ્જર સ્ટ્રાઈકર વચ્ચે રમાઈ હતી, જેમાં ગજ્જર ટાઇગરે પ્રથમ બેટિંગ કરતા 10 ઓવરમાં કોઇ પણ વિકેટ ગુમાવ્યા વગર 147 રન કર્યા હતા. જવાબમાં ગજ્જર સ્ટ્રાઇકરની ટીમ 8.2 ઓવરમાં 58 રન બનાવી ઓલઆઉટ થઈ હતી. મેચમાં ટાઇગર્સનો 89 રને વિજય થયો હતો. ગજ્જર ટાઇગર તરફથી સંજયે શાનદાર પરફોર્મ કર્યો હતો અને 36 બોલમાં 5 ચોગ્ગા અને 8 છગ્ગાની મદદથી 76 રન કર્યા હતા. એ સિવાય પ્રતીક જાદવાનીએ પણ ઉત્કૃષ્ટ દેખાવ કરતા 24 બોલમાં 5 ચોગ્ગા અને 5 છગ્ગાની મદદથી 55 રન કર્યા હતા.

અન્ય સમાચારો પણ છે...