તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વેસુના કાપડ વેપારી પાસેથી ઉધારમાં ખરીદી ઠગે રૂ.17 લાખની ચીટિંગ કરી

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સલાબતપુરામાં અલગ-અલગ માર્કેટોમાં કપડાનો વેપાર કરતા વેપારીઓ પાસેથી અન્ય વેપારીઓએ ઉધારમાં કાપડ ખરીદીને રૂપિયા નહીં ચૂકવીને છેતરપિંડી કરી હતી. ત્રણ વેપારીઓ સાથે કુલ 23 લાખ રૂપિયાની છેતરપિંડી કરી હતી. આ બાબતે ત્રણ અલગ-અલગ ફરિયાદો સલાબતપુરા પોલીસ સ્ટેશનમાં નોંધાવી છે.

સલાબતપુરામાં વેપાર કરતા જયેશ રજનીકાંત શાહ(રહે.મહાવીર એપાર્ટમેન્ટ, સુમુલ ડેરી રોડ)એ આરોપી પૂણેના આશીર્વાદ સાડીના માલિક, ભીવંડી રોડ પર શ્રી કલ્યાણ ટેક્સના માલિક, સુરતના ઉમરવાડાના સંતોષભાઈ અને તીતાબહેન નામના વેપારીઓ વિરુદ્ધ સલાબતપુરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. ફરિયાદ અનુસાર તેઓએ ઉધારમાં 2.31 લાખ રૂપિયાની સાડીઓ ઉધારમાં ખરીદ્યા બાદ રૂપિયા ચૂકવ્યા નહતા.

તેવીજ રીતે વેસુમાં કેપીટલ ગ્રીનમાં રહેતા કાપડ વેપારી રાહુલ હરીકિશન અસીજાએ આરોપી કૈલાસ મદનલાલ ઝવેર, અશોક મદનલાલ ઝવેર, અને મદનલાલ ઝવેર (રહે.શિવ આશિષ ઇન્ડસ્ટ્રીયલ સોસાયટી,ખટોદરા પોલીસ સ્ટેશન પાસે) વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. ફરિયાદ અનુસાર આરોપીઓએ ઉધારમાં કાપડ ખરીદ્યા બાદ 16.95 લાખ રૂપિયા ચૂકવ્યા નહતા.

તેવીજ રીતે દલીચંદનગર અઠવા ગેટ પાસે રહેતા સંદિપ કાંતીલાલ શાહે આરોપી પ્રકાશ મનસુખલાલ વોહેરા(રહે. રૂદ્રા એપાર્ટમેન્ટ, વેસ્ટર્ન શેત્રુંજયની પાસે, પાલ) વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. ફરિયાદ અનુસાર પ્રકાશે સંદિપ પાસેથી ઉછીના 3.82 લાખ રૂપિયા લીધા હતા. પ્રકાશે રૂપિયા તો ચૂકવ્યા ન હતા ઉપરથી મારી નાખવાની ધમકી આપી હતી.

અન્ય સમાચારો પણ છે...