તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

હજીરામાં ત્રણ વર્ષીય બાળકી પર નરાધમે બળાત્કાર ગુજાર્યો

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
હજીરા ગામમાં નવીન મોહનની ચાલમાં રહેતા એક પરપ્રાંતીય પરિવારની ત્રણ વર્ષની બાળકી ગુરુવારે બપોરે ત્રણ વાગ્યે ગુમ થયા બાદ સાંજના સાડા પાંચ વાગ્યે આ બાળકીને 19 વર્ષીય યુવાનના ઘરે ઈજાગ્રસ્ત હાલતમાં અન્ય એક છોકરો ઘરે મૂકીને ફરાર થઈ ગયો હતો. બાળકીને ગુપ્ત ભાગેથી લોહી નીકળતું હોઈ તાત્કાલિક સારવાર માટે નવી સિવિલ હોસ્પિટલમાં લાવવામાં આવી હતી. બાળકીના શરીર ઉપરથી વીર્યના ડાઘા પણ મળી આવતાં બળાત્કાર થયો હોવાની પુષ્ટિ થઈ હતી. પડોશી કનૈયાએ ઘટનાનું જે રીતે વર્ણન કર્યું તે જોઈને પોલીસને તેના પર શંકા લાગી રહી છે.

...અનુસંધાન પાના નં. 17

લાલ શર્ટવાળો છોકરો બાળકીને લાવ્યો હતો
મારા પર બાળકીની માતાનો કોલ આવ્યો હતો. જેથી હું તેના ઘરેથી દોડી ગયો હતો.બાળકીને લોહીલુહાણ હાલતમાં જોઈને 108 એમ્બ્યુલન્સને બાદમાં પોલીસને જાણ કરી હતી. ખોલી નં-1માં રહેતો કનૈયા બનારસ મહંતોએ મને વાત કરી કે 10થી 12 વર્ષના છોકરો લોહીલુહાણ હાલતમાં બાળકીને ઊંચકીને લઈ આવ્યો હતો. જેણે લાલ કલરનું શર્ટ અને ચડ્ડો પહેર્યો હતો. કનૈયાએ મકાનમાલિકને વાત કરી કે તે છોકરાને મેં પૂછ્યું હતું કે, તેરે કો કહાં સે મિલી, તો તેણે કહ્યું કે ઝાડીમાંથી મળી. બચ્ચી ઝાડીમાં ગિર રહી થી, ખડી હો રહી થી એવું કહી લઈ આવ્યો હતો. કનૈયાએ બાળકીને તેની માતાને આપવા ગયો તે સમયે કનૈયાની ખોલી પાસેથી છોકરો ગાયબ થઈ ગયો હતો.

ફર્સ્ટ પર્સન નીમીત પટેલ, મકાન માલિક

બચ્ચી કે પેટ મેં દર્દ હો રહા થા, મૈંને જૈસે હી પેટ દબાકર દેખા તો બચ્ચી રોને લગી
ત્રણ વર્ષની બાળકીને નવી સિવિલ હોસ્પિટલમાં આરએમઓ મંડલે તપાસ શરૂ કરી હતી. જેમાં ગુપ્ત ભાગે લોહી અને વીર્યના ડાઘા જોવા મળ્યા હતા. બાળકીને પેટમાં દુખતું હોવાની જાણ થતાં તેનું પેટ દબાવીને તપાસ કરી તો બાળકી જોરથી રડવા લાગી હતી તેમ આરએમઓ મંડલે કહ્યું હતું. બાળકીની મોડીરાત સુધી સર્જરી ચાલી હતી.

અન્ય સમાચારો પણ છે...