તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

આપઘાત કેસમાં 2 મહિલા સહિત ત્રણનાં મોત

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સુરત : શહેરમાં બનેલી અલગ અલગ ઘટનામાં બે મહિલા સહીત 3 વ્યક્તિએ જીવન ટૂંકાવી લીધું હતું.સ્મીમેર હોસ્પિટલ ખાતેથી મળતી માહિતી અનુસાર વરાછા માતાવાડીના કમલાપાર્કમાં રહેતા જયેશ હરિભાઈ પરમાર (18)નું શનિવારે રાત્રે સ્મીમેર હોસ્પિટલમાં મોત નીપજ્યું હતું. જયેશે ગત 22મીએ અગમ્ય કારણસર એસિડ પી આપઘાતનો પ્રયાસ કર્યો હતો.શનિવારે સ્મીમેરમાં મોતને ભેટ્યો હતો.આવી જ અન્ય એક ઘટના સરથાણાની વ્રજરાજ રેસીડેન્સીમાં બની હતી. ઇલાબેન રમેશભાઈ જયાણી (52)એ શનિવારે સાંજે પોતાના ઘરમાં જ ગળે ફાંસો ખાય આપઘાત કરી લીધો હતો.જયારે વેડરોડની ત્રિભુવન સોસાયટીમાં રહેતા ડિમ્પલબેન રિતેશભાઈ પટેલે (34) પતિ સાથેની નજીવી તકરારમાં ઘરે ફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો.

અન્ય સમાચારો પણ છે...