રેલવે બ્રિજ ઉપરથી પુજાપો ફંેકનારા ત્રણને લૂંટી લીધા

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

એ.કે.રોડ પર તાપી નદી પરના રેલવે બ્રિજ પરથી નદીમાં પુજાપો ફેકવા ગયેલા ત્રણ જણાને 8 લૂંટારૂઓએ બ્રિજ પર આંતર્યા હતા. ત્રણેયને માર મારીને તેમની પાસેથી રોકડા 20 હજાર રૂપિયા અને ત્રણ મોબાઇલ ફોન લૂંટી લીધા હતા.

પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર પરવત પાટિયા પાસે કૈલાસ બંગ્લોઝમાં રહેતા મુકેશ પુરોહિત એસટીએમ માર્કેટમાં કાપડનો વેપાર કરે છે. 20 તારીખે રાત્રે તેઓને ઘરનો પુજાપો તાપી નદીમાં ફેકવાનો હતો. તે માટે તેઓ બાઇક પર ઘરેથી પુજાપો લઈને નીકળ્યા હતા. તેમની સાથે તેમના વેવાઈ મકનારામ પુરોહિત અને ભાઈ પ્રકાશ હતા. તેઓ એ.કે. રોડ પર પહોંચ્યા હતા. તેઓએ એ.કે.રોડ પર બાઇક પાર્ક કરીને રેલવે બ્રિજ પર ત્રણેય જણા ગયા હતા. ત્યારે તેમની પાછળ આઠ લૂંટારૂઓ આવ્યા હતા. તેઓએ ત્રણેયને ઢીક મુક્કીનો માર મારીને ત્રણેય પાસેથી 20 હજાર રૂપિયા અને ત્રણ ફોન લૂંટી લીધા હતા. ત્યાર બાદ તુમ ઇધરસે ભાગો,ઇસ તરફ વાપસ આવોગે તો તુમ તીનોં કો નદીમેં ફેક દેંગે. તેથી ત્રણેય જણા પુલ પરથી ઉત્રાણ તરફ ગયા હતા. ત્યાં એક દુકાનવાળાને તેમની સાથે બનેલ બનાવ બાબતે વાત કરી હતી. તેથી તે દુકાનવાળો તેની કારમાં ત્રણેયને સુરત રેલવે સ્ટેશન સુધી મૂકવા આવ્યો હતો. ત્યાંથી તેઓ

અન્ય સમાચારો પણ છે...