તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ડિંડોલીમાં દુકાનમાં તોડફોડ કરનાર ત્રણ ટપોરી પકડાયા

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક
હપ્તા પેટે રૂ.50 થી 60 હજારની માંગણી કરી મોડી રાત્રે ડિંડોલીની ચા નાસ્તાની દુકાનમાં તલવાર અને ફટકા લઇને ઘુસી આવી તોડફોડ કરનાર ત્રણ માથાભારે તત્વોને ડિંડોલી પોલીસે ઝડપી પાડ્યા છે.

પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ, ડિંડોલી પેલવેલીયન પ્લાઝામાં ગોપાલ વિનોદ યાદવ જય ગોપાલ મટકા ચા ના નામે ચા નાસ્તાની દુકાન ચલાવે છે. શુક્રવારે રાત્રે 11.00 વાગ્યાના અરસામાં ગોપાલ પોતાની દુકાન પર હતા ત્યારે સંજય સહિતના ત્રણ માથાભારે શખ્સો તલવાર અને લાકડાના ફટકા લઇને આવ્યા હતા. આ શખ્સો દુકાનમાં ઘુસી જઇને ‘ હમારે પન્ટર લોગ આયે હૈ તુમહે દુકાન ચલાની હૈ કે નહીં, દુકાન ચલાની હો તો પૈસા દેના પડેગા’ એમ કહીને રૂ.50થી 60 હજારની માંગણી કરી હતી.ગોપાલે પૈસા આપવાનો ઇન્કાર આ શખ્સોએ દુકાનમાં મુકેલા ફ્રિઝ, નાસ્તો ગરમ કરવાનું મશીન ફિસ ટેન્ક સહિતના સામાનની તોડફોડ કરી રૂ.79000નું નુકશાન કરી ધમકી આપી ચાલી ગયા હતા. બનાવ અંગે ગોપાલે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી ગણતરીના કલાકમાં આરોપી જયક્રિષ્ન ઉર્ફે સંજય ઓઝા (રહે આનંદી ટાઉનશિપ દેલાડવા), કુંદન કમલેશ સિંગ (રહે અંબિકા ટાઉનશિપ ડિંડોલી) અને મહેશસિંગ મુન્ના સિંગ (રહે,સાંઇ દર્શન સોસાયટી ડિંડોલી)ને પકડી પાડ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે માર્કેટિંગ કે મીડિયાને લગતી કોઇપણ મહત્ત્વપૂર્ણ જાણકારી મળી શકે છે, જે તમારી આર્થિક સ્થિતિ માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે. કોઇપણ ફોન કોલને ઇગ્નોર ન કરો. તમારા મોટાભાગના કામ સહજ અને આરામદાયક ...

  વધુ વાંચો