સિવિલની નિવૃત્ત નર્સનું 51 હજારની મતાનું પર્સ તફડાવીને ત્રણ રફુચક્કર

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
નવસારીમાં રહેતા ભાઈના ઘરેથી રિટર્ન આવી ઉઘના દરવાજા પાસેથી રિક્ષામાં બેસીને ઘરે જતી નિવૃત્ત નર્સનું રિક્ષામાંથી બુરખાવાળી મહિલા સહિત 3 જણાએ પર્સ તફડાવી જુની સબજેલ પાસે ઉતારી ભાગી ગયા હતા. વૃદ્ધા નવી સિવિલ હોસ્પિટલમાં નર્સ તરીકે નોકરી કરતી હતી. ભરથાણા નવી વસાહતમાં રહેતી 66 વર્ષીય વૃદ્ધા વાસંતીબેન હીરાભાઈ પટેલ નવસારી ભાઈને ત્યાંથી ગુરુવારે સાંજે સુરત આવ્યા હતા. દરમિયાન ઉધના દરવાજા પરથી તેઓ રિક્ષામાં બેસીને ભટાર જતા હતા. રિક્ષામાં ઉધના દરવાજાથી એક બુરખાવાળી મહિલા અને એક યુવક બેઠો હતો અને ચાલકે વૃદ્વાને બેસાડી હતી. રિક્ષામાં બુરખાવાળી મહિલા સાથે એક શખ્સએ વૃદ્વાનું મોબાઇલ અને પર્સ તફડાવી લઈને જુની સબજેલની ગલીમાં ચાલકે વૃદ્વાને ઉતારી દઈ ભાગી ગયો હતો. 11 હજારનો મોબાઇલ તેમજ પર્સમાં રોકડ 40 હજાર, એટીએમ,પાસબુક, આધારકાર્ડ, પાનકાર્ડ સહિતના ડોક્યુમેન્ટો મળીને 51 હજારની મતા ચોરી કરી હતી. બનાવ અંગે ખટોદરા પોલીસે ગુનો નોંધીને સીસીટીવી કેમેરાના આધારે રિક્ષાનો નંબર મેળવીને તપાસ શરૂ કરી છે.

અન્ય સમાચારો પણ છે...