તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સરથાણામાં પૂર્વ પત્ની ઉપર એસિડ નાખવાની ધમકી આપી

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક

સરથાણાના નાના વરાછા વિસ્તારમાં રહેતી યુવતીને તેનો પૂર્વ પતિ હેરાન કરે છે. પતિ-પત્ની વચ્ચે મનમેળ ન થતા લગ્નના ત્રણ મહિના બાદ બંનેએ મરજીથી ડિવોર્સ લીધા હતા. ત્યાર બાદ યુવતીનો પતિ તેને હેરાન કરે છે અને એસીડ નાખવાની ધમકી આપે છે.

સરથાણા પોલીસના જણાવ્યા મુજબ નાના વરાછામાં યમુનાનગર સોસાયટીમાં રહેતા સુભાષ બાવચંદ જોધાણી જમીન લે-વેચનું કામ કરે છે. 7મીમે-2019ના રોજ તેમની દીકરી પ્રિયંકાના લગ્ન આરોપી હિરેન શંભુ ડોડા(રહે. શ્રી વિનાયક, આંબા તલાવડી,કતારગામ) સાથે થયાં હતા. લગ્ન બાદ પ્રિયંકા અને હિરેન વચ્ચે મનમેળ થયો નહતો. તેથી બંનેએ 12 ઓગસ્ટ 2019ના રોજ પરસ્પર એકબીજાની મરજીથી ડિવોર્સ લીધા હતા. ત્યાર બાદ હિરેન પ્રિયંકાને હેરાન કરવા લાગ્યો હતો. તે ઘરે આવીને જાનથી મારી નાખવાની ધમકી આપતો હતો.પ્રિયંકાને કહેતો કે તે એસીડ નાખીને મારી નાખશે.તેમજ પ્રિયંકાનું અન્ય કોઈ સાથે લગ્ન થવા દેશે નહીં. તેથી ત્રસ્ત સુભાષ જોધાણીએ હિરેન વિરુદ્ધ સરથાણા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.

કતારગામના હિરેનના ડિવોર્સ થઇ ગયા હતા

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આજે જીવનમા કોઇ ફેરફાર આવશે. તેને સ્વીકારવો તમારા માટે ભાગ્યોદયકારક રહેશે. પરિવારને લગતા કોઇ મહત્ત્વપૂર્ણ મુદ્દા અંગે ચર્ચા-વિચારણામાં તમારી સલાહને મહત્ત્વ આપવામાં આવશે. નેગેટિવઃ- રૂપિયાની...

    વધુ વાંચો