આ. કુલચંદ્રસૂરિનો નગરપ્રવેશ, 17મી સુધી વેસુમાં સ્થિરતા

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
આ. કુલચંદ્રસૂરિનો નગરપ્રવેશ, 17મી સુધી વેસુમાં સ્થિરતા
રિલિજિયન રિપોર્ટર|સુરત

આચાર્ય કુલચંદ્રસૂરિ મહારાજ આદિઠાણા નવસારી તરફથી વિહાર કરી આજે વેસુ જૈન સંઘમાં પ્રવેશ થશે. આ પ્રસંગે વેસુ જૈન સંઘના અગ્રણીઓ ગુરૂ ભગવંત સાથે સસંઘનું સામૈયું કરશે. આચાર્ય કુલચંદ્રસૂરિ મહારાજ 19 મે સુધી સુરતમાં સ્થિરતા ધારણ કરશે.

તપાગચ્છાધિપતી આચાર્ય પ્રેમસૂરિ મહારાજના શિષ્ય આચાર્ય કુલચંદ્રસૂરિ મહારાજ વિહાર કરી સુરત આવી રહ્યાં છે. તેઓ ગુરૂપ્રે શતાબ્દી મહોત્સવ પૂર્ણ કરી વાપી, વલસાડ અને નવસારી થઈ સુરતમાં બુધવારના રોજ પ્રવેશ કરી રહ્યાં છે. આ પ્રસંગે 17 મે સુધી વેસુ સંઘમાં નમસ્કાર મહામંત્રની ધૂનના કાર્યક્રમો યોજાશે. સાથે અઠવાલાઈન્સ જૈન સંઘમાં વિહાર કરશે. 18મીએ પાલ સંઘમાં વિહાર કરી સ્થિરતા ધારણ કરશે. 19મીએ પાલમાં ઓમકારસૂરિ આરાધના ભવનમાં સામૂહિક નમસ્કાર મહામંત્રની ધૂન કરાશે.

અન્ય સમાચારો પણ છે...