તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

અઠવાલાઇન્સ જૈન સંઘમાં આજે આ. જિતેન્દ્રસૂરિના ગુણાનુવાદ

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
મુંબઈના બિઝનેસમેનમાંથી મેવાડ ઉદ્ધારકનું વિશેષણ મેળવનાર આચાર્ય જિતેન્દ્રસૂરિ મહારાજની આજે અઠવાલાઈન્સ સંઘમાં ગુણાનુવાદ સભા યોજાશે. તેમના 14માં સમાધિદીને સવારે 11 કલાકે વિવિધ સંઘોના શ્રાવકોની ઉપસ્થિતિમાં કાર્યક્રમનો પ્રારંભ કરાશે. આ સાથે રવિવારે આચાર્ય ગુણરત્નસૂરિએ વધુ બે દીક્ષાના મુહુર્ત આપ્યા હતા.

રવિવારે અઠવાલાઈન્સ જૈન સંઘમાં આચાર્ય ગુણરત્નસૂરિ મહારાજે વધુ બે દીક્ષાના મુહુર્ત આપ્યા હતા. આ અંગે આચાર્ય રશ્મિરત્નસૂરિએ કહ્યું કે સોમવારે સવારે 11 કલાકે આચાર્ય ગુણરત્નસૂરિના સંસારી મોટાભાઈ અને મેવાડ ઉદ્ધારકના બિરૂદથી જાણીતા આચાર્ય જિતેન્દ્રસૂરિની 14મી પુણ્યતિથિ ઉજવાશે. તેમણે માતા-પિતાએ લગ્ન પહેલા દીક્ષાની પરવાનગી ન આપતા લગ્ન બાદ એક વર્ષના સંતાનને છોડીને સન 1952માંદીક્ષા લીધી હતી. મૂળ રાજસ્થાનના પાદરણીના વતનીએ 53 વર્ષ 4 માસ અને 2 દિવસના સંયમજીવનમાં 400 દેરાસરોના તાળા ખોલાવ્યા હતા. તેમને રાષ્ટ્રસંતનું બિરૂદ પણ અપાયું હતું. તેમણે પોતાનો દેહ સુરતના ભટારરોડ સંઘમાં છોડ્યો હતો. આથી દર વર્ષે તેમની પુણ્યતિથિ ધામધૂમથી ઉજવાય છે. આ ઉપરાંત મુંબઈની 19 વર્ષની મુમુક્ષુ રીશી અને 12 વર્ષની સીલ્કી જૈનને રવિવારે દીક્ષાના મુહુર્ત અપાયા હતા. તેમાં રીશી મનીષભાઈ શાહ અને સીલ્કી જૈનનું ફેબ્રુઆરીમાં 12મીએ સુરતમાં દીક્ષા અંગીકાર કરશે.

અન્ય સમાચારો પણ છે...