તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

5.33 લાખની કિંમતના ચોરીના 14 વાહનો સાથે ચોર ત્રિપુટી ઝડપાઇ

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક

ઉમરા અને અડાજણમાં વાહનચોરી કરીને તરખાટ મચાવનાર ટોળકીની ત્રિપુટીને ક્રાઇમબ્રાંચે પકડી પાડી 16 ચોરીના વાહનોનો ભેદ ઉકેલી નાખ્યો છે. પકડાયેલી ચોર ટોળકી પાસેથી પોલીસે રૂપિયા 5.33 લાખની કિંમતના ચોરીના 14 વાહનો કબજે કર્યા છે. વધુમાં આ બાબતે ક્રાઇમબ્રાંચનો સ્ટાફ રાંદેર જીલાની બ્રિજ પર પેટ્રોલિંગમાં હતો. આ દરમિયાન બે રીઢા વાહનચોરો બાઇક પર આવ્યા હતા. આથી ક્રાઇમ બ્રાંચના સ્ટાફને શંકા જતા બાઇક સવારોની કાગળો બાબતે પૂછપરછ કરી હતી. જેમાં તેમણે આ ચોરીની બાઇક હોવાની કબૂલાત કરી હતી. ક્રાઇમબ્રાંચની કચેરી લાવીને રીઢા વાહનચોર સંદીપ ખજાનચી શીચરણ શાહ(રહે,ગુજરાત હાઉસિંગ બોર્ડ, રાહુલરાજ મોલની સામે, ડુમસ રોડ,મૂળ રહે,ઉત્તર પ્રદેશ) અને હિતેશ ઓખા રાજપૂત(ઉ.વ.20)(રહે,ખોડીયાર કોમ્પલેક્ષ, કતારગામ, મૂળ રહે,બનાસકાંઠા)ની પૂછપરછ કરતા વધુ એક નામ ભરત ઉર્ફે બીજે જોધા ગોહિલ(રહે,ધારનાથ એપાર્ટ, કતારગામ,મૂળ,બનાસકાંઠા) ખુલ્યુ છે. જયારે આ ટોળકીનો હજુ એક સાગરિત સુનિલ વાંસફોડા ભાગેડુ છે. પોલીસ પૂછપરછમાં આરોપીઓ જણાવ્યું કે ટોળકીએ 16 વાહનોની ચોરી કરી બ્રિજની નીચે અને અવાવરૂ જગ્યાએ બિનવારસી મુકી દીધા હતા. આરોપીઓ બાઇક કે મોપેડનું હેન્ડલ લોક ન હોય તેવા જ વાહનોને ટાર્ગેટ કરતા હતા. જેમાં ઉમરા પોલીસના 11 તેમજ અડાજણ પોલીસના 5 ગુનાઓ ઉકેલાયા છે. શાકભાજીની લારી ચલાવતા સંદીપ શાહની ભરત ગોહિલ સાથે 14 વર્ષથી મિત્રતા છે.

સંદીપ શાહનો એક મિત્ર સુનિલ વાંસફોડા જે અડાજણમાં ફુટપાથ પર રહે છે. તેની સાથે વર્ષ 2019માં ઉમરા પોલીસની હદમાંથી મોપેડ ચોરી કરી ભરત ગોહિલને વેચી હતી. ભરત ગોહિલે તેના બનાસકાંઠાના વતની હિતેશ રાજપૂતને સંદીપ શાહ સાથે પરિચય કરાવતા આ ત્રણેય વાહનચોરોઅે ભેગા મળીને ચોરીના 14 વાહનો બનાસકાંઠામાં વેચવાનો પ્લાન પણ બનાવ્યો હતો.પોલીસ વધુ તપાસ કરી રહી છે.

જિલાની બ્રિજ પર ક્રાઇમબ્રાંચના હાથે ઝડપાઇ ગયા

ઉમરામાં 11 અને અડાજણમાં 5 વાહનની ચોરી કરી હતી

વાહનો વેચી પૈસા મોજશોખમાં ઉડાવી દીધા

ટોળકીએ બુલેટ અને બાઇક બનાસકાંઠામાં વેચી દઈ તે રૂપિયા મોજશોખમાં ઉડાવી દીઘા હતા. જેમાં સંદીપ શાહ અને ભરત જોધા અગાઉ ઉમરા પોલીસમાં વાહનચોરીના બે ગુનાઓમાં તેમજ હિતેશ રાજપુત અડાજણ અને ઉમરા પોલીસમાં 3 વાહનચોરીના ગુનાઓમાં પકડાયા હતા.
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે જીવનમા કોઇ ફેરફાર આવશે. તેને સ્વીકારવો તમારા માટે ભાગ્યોદયકારક રહેશે. પરિવારને લગતા કોઇ મહત્ત્વપૂર્ણ મુદ્દા અંગે ચર્ચા-વિચારણામાં તમારી સલાહને મહત્ત્વ આપવામાં આવશે. નેગેટિવઃ- રૂપિયાની...

  વધુ વાંચો