ચાવી / આ ચાવીઓએ કાર ડ્રાઈવિંગને નવા સ્તરે પહોંચાડી દીધું

ઓટો એસેસરીઝ  સંચિત ટંડન, નવી દિલ્હી

DivyaBhaskar News Network | Updated - Jan 12, 2019, 02:17 PM
Surat News - these keys delivered car driving to a new level 034140
લક્ઝરી વૉચની જેમ ફ્લૉન્ટ કરાઇ રહી છે...

બીએમડબલ્યુ 7-સીરિઝ

આ હાઇ-ટેક ચાવીમાં 2.2 ઇંચની ફુલ કલર ટચ સ્ક્રીન છે. સ્ક્રીન પર પણ ખબર પડી જાય છે કે કારમાં કેટલું ઇંધણ છે. તેના દ્વારા કારની અંદરનું તાપમાન સેટ કરી શકાય છે અને લાઇટ્સ કંટ્રોલ કરી શકાય છે. દૂરથી જ કાર પાર્ક પણ કરી શકો છો.

એસ્ટન માર્ટિન

એસ્ટન માર્ટિનની ચાવીમાં ખૂબીઓ તો સામાન્ય ચાવીઓ જેવી જ છે પણ દેખાવમાં તેનો કોઇ મુકાબલો નથી. ડેશબોર્ડની વચ્ચે લાગતી આ ક્રિસ્ટલ-કી ક્યારેય જૂની નથી થતી. એક નાનકડા ક્રિસ્ટલથી જ તેની ખૂબસૂરતી વધારી દેવાઇ છે.

ટેસલા મોડલ એસ

આ ચાવીની ડિઝાઇન મિની ટેસલા મોડલ એસના નાના રૂપ જેવી જ કરાઇ છે. કારને લૉક-અનલૉક કરી શકાય છે. તેણે કેટલા આગળ કે પાછળ ખસવાનું છે તે પણ જણાવી શકાય છે. આવી જ અન્ય કેટલીક વાતો માટે પણ કારની અંદર જવાની જરૂર નથી પડતી.

પગાની

ઓફિસ ડેસ્ક કે રેસ્ટોરન્ટના ટેબલ પર રાખી હોય તો કોઇ કહી ન શકે કે આ કારની ચાવી છે. પગાનીની ચાવી એક ડેસ્ક ઓર્નામેન્ટ જેવી છે. તે કારનું જ મિની મોડલ લાગે છે. કારની ચાવી તેમાં જ રહેલી હોય છે. અંદર USB ફ્લેશ ડ્રાઇવ પણ છે.

કોનિગસેગ

કોનિગસેગને લૉક-અનલૉક કરવા માટે એક એવી ચીજ હાથમાં હોય છે કે જે ચાવી જેવી નથી દેખાતી. એક મેટલ શીલ્ડ જ તેની ચાવી છે. આ મેટલ શીલ્ડમાં કોઇ ક્રેચી ફીચર્સ નથી પણ તે દુનિયાને બતાવે છે કે તમે એક સ્વિડિશ સુપરકારના માલિક છો.

જગુઆર એફ-પેસ

આ કી-બેન્ડને કાંડા પર પહેરીને જગુઆરના બેઝ પાસે લઇ જઇને કારને લૉક-અનલૉક પણ કરી શકાય છે. આ એક્ટિવિટી-કીને વિકલ્પ તરીકે રખાઇ છે અને 400 ડોલર ચૂકવીને તેને ખરીદી પણ શકાય છે.

Surat News - these keys delivered car driving to a new level 034140
Surat News - these keys delivered car driving to a new level 034140
Surat News - these keys delivered car driving to a new level 034140
Surat News - these keys delivered car driving to a new level 034140
Surat News - these keys delivered car driving to a new level 034140
X

COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App