Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
સાદગીથી નિકાહ કરવા પયગમ્બરોની પરંપરા છે : મૌલાના કલિમ સિદ્દીકી
સુરત : દર વર્ષની જેમ આ વર્ષે પણ સુરત ઇસ્લામ યતિમખાના સોસાયટી દ્વારા ગરીબ અને યતિમ દીકરીઓના સમૂહ નિકાહ કાર્યક્રમ આયોજીત કરાયો હતો. આ 20માં સમૂહ નિકાહનું આયોજન રવિવારે સવારે 10 કલાકે એસવાયએસ ગ્રાઉન્ડ, ટીએન્ડટીવી સ્કૂલ સામે નાનપુરા ખાતે યોજાયો હતો. જેમાં 85 ગરીબ અને અનાથ દીકરીઓના નિકાહ થયા હતા.
આ પ્રસંગે ઇસ્લામિક સ્કોલર મૌલાના કલિમ સિદ્દીકીએ સંબોધન કરતાં જણાવ્યું હતું કે સાદગીથી લગ્ન કરવા પયગમ્બરોની પરંપરા રહી છે. સ્વંય નબી (સલ)એ સાદગીથી લગ્ન કરવા પર ભાર મુક્યો છે. નિકાહ ઈબાદત છે પરંતુ આપણે તેને રસમ રિવાજ સમજીએ છીએ. જેના કારણે લગ્નમાં ખોટા ખર્ચાઓ કરવામાં આવે છે. અમદાવાદ શાહપોરનાં ધારાસભ્ય ગ્યાસુદ્દીન શેખે કહ્યું કે જ્યારે આપણે આવા ખર્ચ ઓછા કરવા સમૂહ લગ્નોનું આયોજન કરીએ છીએ ત્યારે હવે એજ્યુકેશન પર પણ ધ્યાન આપવું પડશે. યતિમખાનાની અન્ય સામાજિક તેમજ શેક્ષણિક પ્રવૃતિઓ વિશે ઉઝેર બેગ મિર્ઝાએ વધુ માહિતી પૂરી પાડી હતી. સુરત ઇસ્લામ ખાના સોસાયટી તરફથી દુલહનોને કુરઆન શરીફ, દીની કિતાબો, વાસણ, કપડાં, ફર્નિચર, ગાદલા, ઘડિયાળ, જ્યુસ મશીન, ગેસનો ચૂલો સહિત ઘરવખરી સહિત કુલ 80 વસ્તુઓ આપવામાં આવશે. મુફતિ કલીમ સાહબ નિકાહ પઢાવ્યા હતાં. જ્યારે મુફતી ઇસ્માઇલ કછોલવી સાહબે દુઆ કરાવી હતી.
સુરત ઇસ્લામ યતિમખાના દ્વારા આયોજિત 20મા સમૂહ િનકાહમાં દીકરીઓને 80 વસ્તુઆ આપવામાં આવી.