તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

એચડીએફસી બેંકના બ્રાંચ મેનેજરના ઘરમાંથી 75 હજારની ચોરી

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સુરત | ઘોડદોડ રોડ દર્શન સોસાયટીમાં રહેતા દેવાંગ વિનોદ દેસાઈના ઘરમાં શુક્રવારે વહેલી સવારે તસ્કરોએ ઘરની બારીના સળિયા તોડી ઘરમાં પ્રવેશ્યા હતા. તસ્કરોએ ઘરમાંથી સોનાના દાગીના, રોકડ મળી 75 હજારની ચોરી કરી ગયા હતા. તસ્કરો વધુ મતાની ચોરી કરે તે પહેલા મેનેજર દેવાંગની માતા જાગી જતા ચોરો ત્યાંથી ભાગી ગયા હતા.

આ અંગે મેનેજરે ઉમરા પોલીસમાં ચોરીની ફરિયાદ આપી હતી. જેના આધારે પોલીસે તપાસ શરૂ કરી છે.

અન્ય સમાચારો પણ છે...