તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વેસુમાં રૂપિયા 8.68 લાખના 2800 મીટર વાયરની ચોરી

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વેસુ વીઆઇપી રોડ પર 12 મા‌ળની નવી બંધાતી બિલ્ડિંગના બેઝમેન્ટમાંથી 8.68 લાખની કિંમતનો પાવર સપ્લાયનો 2800 મીટરનો મેઇન વાયર તસ્કરો ચોરી કરી ફરાર થયા છે.

સાઇટ મેનેજર જીતેન્દ્ર મનોહરલાલ કેશવાનીએ ઉમરા પોલીસમાં ફરિયાદ આપી છે. પોલીસે આજુબાજુની અન્ય બિલ્ડિંગોના સીસીટીવી ફૂટેજ આધારે તપાસ શરૂ કરી છે. વેસુ વીઆઇપી રોડ પર રિવોલી હાઇટ્સ નામની નવી બિલ્ડિંગ બની રહી છે. આ બિલ્ડિંગના ‘એ’ ટાવરના બેઝમેન્ટમાંથી 20મી તારીખે સાંજે ચોરોએ બેઝમેન્ટમાંથી 12 માળ સુધીનો પાવર સપ્લાયનો 2800 મીટરના વાયરની ચોરી થઈ હતી. આ વાયરની કિંમત 8.68 લાખ છે. કોઈ જાણભેદુએ ચોરી કરી હોવાનું પોલીસને આશંકા છે.

અન્ય સમાચારો પણ છે...