Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
લિંબાયતનો શિક્ષક પરિવાર વતન જતા1.58 લાખની ચોરી
મામાનું અવસાન થતા સહપરિવાર સાથે મહારાષ્ટ્ર ગયેલા લિંબાયતના શિક્ષકના બંધ મકાનને તસ્કરોએ નિશાન બનાવ્યું હતું. તસ્કરો બંધ મકાનમાંથી રૂ.1.58 લાખની મત્તા ચોરી કરી નાસી ગયાની ફરિયાદ પોલીસ મથકમાં નોંધાતતા પોલીસે તસ્કરોનું પગેરૂ મેળવવાના પ્રયાસ આદર્યા છે.
પોલીસના જણાવ્યા મુજબ, મુળ મહારાષ્ટ્રના ધુલિયાના વતની જીતેન્દ્ર સુભાષભાઇ બોરસે પાંડેસરાની વિકાસ કોલોનીમાં આવેલી સરકારી શાળામાં શિક્ષક તરીકે ફરજ બજાવે છે. તા.9મીના રોજ ધુલિયા ખાતે તેમના મામાનું અવસાન થતાં બોરસે પરિવાર તાબડતોબ ધુલિયા ગયું હતું. પરિવારે પોતાના મકાનની ચાવી પડોશીને આપી હતી.
દરમિયાનમાં કોઇ ચોરે તેમના બંધ મકાનના દરવાજાનું તાળુ તોડી અંદર પ્રવેશ કરી કબાટમાં મૂકેલા સોના ચાંદીના ઘરેણા, મોબાઇલ તથા રોકડા રૂપિયા મળી કુલ રૂ.1,58,750ની મત્તાની ચોરી કરી ફરાર થિ ગયા હતા.
તા.10મીના રોજ જીતેન્દ્ર બોરસે ઘરે પરત આવતાં તેમના મકાનનો દરવાજો ખુલ્લો હતો અને ઘરમાં સામાન વેરવિખેર હતો. તપાસ કરતાં ઘરમાં ચોરી થઇ હોવાનું જણાતાં તેમણે લિંબાયત પોલીસમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.