તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ફોન પર વાત કરતાં યુવકનું ત્રીજા માળેથી પટકાતાં મોત

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક
લિંબાયતમાં કારખાનામાં ત્રીજા માળે ફોન પર વાત કરતી વખતે અક્સમાતે સંતુલન ગુમાવી દેતા ત્રીજા માળેથી પટકાયેલા યુવકનું ટુંકી સારવાર બાદ મોત નીપજ્યું હતું. બનાવ અંગે લિંબાયત પોલીસે અકસ્માત મોતની નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.

લિંબાયત નિલગીરી સર્કલ પાસે રહેતા વિજ્ઞેશ સનાતનભાઈ પ્રધાન(22)મુળ ઓરિસ્સાના ગંજામના રહેવાસી હતા. સુરતમાં તેઓ ભાઈ સાથે રહેતા હતા અને લેસના કારખાનામાં કામ કરતા હતા. રવિવારે બપોરે તેઓ કારખાનામાં ત્રીજા માળે ફોન પર વાતચીત કરતા હતા. ત્યારે અક્સ્માતે સંતુલન ગુમાવી દેતા તેઓ ત્રીજા માળ પરથી નીચે પટકાયા હતા. જેથી તેમને તાત્કાલિક સારવાર માટે સ્મીમેર હોસ્પિટલ ખસેડાયા હતા. જ્યાં ટુકી સારવાર બાદ તેમનું મોત નીપજ્યું હતું. બનાવ અંગે લિંબાયત પોલીસે અક્સમાત મોતની નોંધ કરી છે.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આજે તમે કોઇ વિશેષ વસ્તુ પ્રાપ્ત કરવા માટે મહેનત કરશો. ઘરમાં કોઇ નવી વસ્તુની ખરીદદારી પણ શક્ય છે. કોઇ સંબંધીની પરેશાનીમાં તેમની મદદ કરવી તમને સુખ આપશે. નેગેટિવઃ- નકારાત્મક પ્રવૃત્તિના લોકો...

    વધુ વાંચો