તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સરેલાવાડીમાં ભગવંતોનું સામૈયું, પાલમાં કાલે પૂજા

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક

સુરત | શહેરના સરેલાવાડી જૈન સંઘમાં ગચ્છાધિપતી આચાર્ય દોલતસાગરસૂરિ મહારાજનું ગુરૂવારે સામૈયું કરાયું હતું. જ્યારે પાલમાં 14 માર્ચના રોજ આચાર્ય અભયદેવસૂરિ મહારાજની નિશ્રામાં શાંતિનાથદાદાના જિનાલયની પ્રથમ માસિક તિથિની ઉજવણી કરાશે અને વેસુમાં પ્રભુ પાર્શ્વકથા 13થી 17 માર્ચ સુધી ચાલશે.

શહેરના જૈન સંઘોમાં પ્રભુ પાર્શ્વનાથની પૂજા અને કલ્યાણક સહિતના કાર્યક્રમો ચાલી રહ્યા છે. જ્યારે ગુરૂ ભગવંતોના વિહાર પણ થઈ રહ્યાં છે. આ પ્રસંગે ગચ્છાધિપતી આચાર્ય દોલતસાગરસૂરિ મહારાજે ગુરૂવારે સરેલાવાડી જૈન સંઘમાં વિહાર કર્યો હતો. જ્યારે પાલમાં ગચ્છાધિપતી આચાર્ય અભયદેવસૂરિની નિશ્રામાં શાંતિનાથ જિનાલયની પ્રથમ માસિક તિથિની ઉજવણી 14 માર્ચે કરાશે. ગુરૂરામ પાવનભૂમિ પર શાંતિનાથદાદાની પ્રતિમા અને ગુરૂરામ સમાધિ મંદિરની પ્રતિષ્ઠાને એક મહિનો પૂર્ણ થતાં ચૈત્યવંદન કરાશે.
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમે તમારા વ્યક્તિગત સંબંધને મજબૂત કરવામાં વધારે ધ્યાન આપશો. સાથે જ તમારા વ્યક્તિત્વ અને વ્યવહારમાં થોડું પરિવર્તન લાવવા માટે સમાજસેવી સંસ્થાઓ સાથે જોડાવવું અને સેવા કાર્ય કરવું ખૂબ જ યોગ...

  વધુ વાંચો