તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Surat
 • Surat News The Woman39s Broker In Vijapur39s Custody Sold To The Mother Of Two Children Of Surat In A Bid To Get Married 074529

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

લગ્નની લાલચે સુરતની બે સંતાનની માતાને વિજાપુરના કોટડીની મહિલા દલાલે 1.25 લાખમાં વારાહીમાં વેચી દીધી

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક

મહારાષ્ટ્રની બે સંતાનોની માતા અને પતિથી અલગ સુરત ખાતે રહેતી અેક મહિલાને સારા ઘરમાં લગ્ન કરાવી અાપવા ભરમાવીને વિજાપુરના કોટડીની મહિલાએ તેની જાણ બહાર જ વારાહીના અેક પરિવારમાં રૂ.1.25 લાખમાં વેચી મારી હતી. તેણીને આ પરિવારે ત્રણ મહિના સુધી ઘરમાં ગોંધી રાખી હતી. જેમાં એક શખ્સે સતત બે મહિના સુધી બળજબરી પૂર્વક દુષ્કર્મ આચર્યું હોવાની ચોંકાવનારી ઘટના પ્રકાશમાં અાવી છે જે અંગે મહિલાએ વારાહી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે વેચનારી મહિલા અને ખરીદનારાની શોધખોળ હાથ ધરી છે.જોકે વારાહીનો પરિવાર લાપત્તા થઇ ગયો છે.પોલીસ પીડીતા મહિલાને લઇ વિજાપુર જવા રવાના થઇ હતી.

મહારાષ્ટ્રની અેક મહિલા છેલ્લા 15 વર્ષ અગાઉથી સુરત ખાતે તેના માતા પિતા સાથે રહેતી હતી તેના લગ્ન સુરતમાં રહેતા મરાઠી શખ્સ સાથે થયેલ હતા તેને અેક દિકરો અને અેક દિકરી છ 7 વર્ષના છે પણ પતિ સાથે ઝગડો થતાં તેણી તેના સંતાનો સાથે અલગ રહેતી હતી. તેના માતા પિતા હયાત નથી અને વતનમાં પણ કોઇ સબંધી નહોઇ લગ્ન પ્રસંગોમાં રસોડામાં મજુરી કરીને ગુજરાન ચલાવતી હતી.સુરતમાં રહેતી વિજાપુરની કોઇ મહિલા સાથે પરીચય થતાં તે વિજાપુર ખાતે પણ કામ અર્થે અાવતી હતી. અા દરમ્યાન વિજાપુરના કોટડીની ઉષાબેન ઠાકોરે ત્રણ માસ અગાઉ સારા ઘરે
લગ્ન કરાવી અાપવાની લાલચ અાપતાં મરાઠી મહિલા તેના સંતાનોને અાશરો મળી રહેશે તેમ સમજી તૈયાર થઇ ગઇ હતી. ઉષાઅે વારાહીના પરિવારને વિજાપુર બોલાવી મુલાકાત કરાવી હતી. અા વખતે લગ્ન જેની સાથે કરવાના છે તે છોકરો સાથે અાવેલ નથી તેમ જણાવી ગાડીમાં તેણીને લઇને બધા વારાહી જવા નિકળ્યા હતા. રસ્તામાં ઉષા કોઇ બહાને ઉતરી ગઇ હતી.વારાહી જતાં સુરેશ કાંતિલાલને બતાવતાં તેણીઅે અા તો સાથે હતો જ છતાં તે અાવેલ નથી તેમ શા માટે કહ્યું અને અા તો મને ગમતો નથી. મારે પાછા જવું છે તેમ કહેતાં અા પરિવારે તેને હકીકત કહી હતી કે તને ઉષા પાસેથી રૂ.1.25 લાખમાં લાવી છે. સુરેશના પરિવારે મહિલાનો મોબાઈલ અને આધારકાર્ડ લઇ લીધા હતા. અેક બે વખત રાધનપુર અને પાટણ ખાતે કાગળ કરવા લઇ ગયા હતા પણ તેણી લગ્ન નોંધવા તૈયાર ન થતાં પાછી લઇ ગયા હતા. જ્યાં સુરેશ કાંતિભાઈ દ્વારા સતત 2 માસથી મહિલા પર વારંવાર દુષ્કર્મ ગુજાર્યો હતો.

અા શખ્સો સામે ગુનો

ઉષા ઠાકોર (રહે. કોટડી તા. વિજાપુર), મણી કાન્તીભાઇ રાણવા, પ્રેમીલા રાણાભાઇ મકવાણા, સુરેશ કાન્તીભાઇ રાણવા, રત કાન્તીભાઇ રાણવા, મનુ કાન્તીભાઇ રાણવા, નવીન કાન્તીભાઇ રાણવા, જયેશભાઇ વાલાભાઇ મકવાણા (તમામ રહે.અાંબેડકરવાસ વારાહી).

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ અનુકૂળ રહેશે. સન્માનજનક સ્થિતિઓ બનશે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમસ્યાનું સમાધાન મળવાથી ઉત્સાહમાં વધારો થશે. તમે તમારી કોઇ નબળાઇ ઉપર પણ વિજય પ્રાપ્ત કરવામાં સક્ષમ રહે...

  વધુ વાંચો