તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ઘરનું આંગણું સાફ કરતી મહિલાનું 5 તોલાનું મંગળસૂત્ર તોડી 2 ફરાર

2 વર્ષ પહેલા
 • કૉપી લિંક
રાંદેર-પાલનપુર પાટિયા દિનદયાળ સોસાસટીમાં રહેતી 28 વર્ષીય રુબા પેરિયાસ્વામી નાડાર 24મી તારીખે સવારે ઘરનું આંગણું સાફ કરી રહ્યા હતા. તેવામાં બે ચેઈન સ્નેચરો પૈકી ચાર રસ્તા પર બાઈક ઊભો હતો અને બીજો મોબાઈલ પર વાત કરતો કરતો મહિલા પાસે આવ્યો હતો. મહિલા કંઈ સમજે તે પહેલા સ્નેચરે ગળામાંથી 5 તોલાનું સોનાનું મંગળસૂત્ર તોડીને ત્યાંથી ભાગીને પલ્સર બાઈક પર બેસીને બંને ફરાર થઈ ગયા હતા. મહિલાએ બૂમાબૂમ મચાવતા તેમનો પતિ ઘરમાંથી બહાર નીકળી આવ્યો હતો. પણ બંને ભાગી છૂટ્યા હતા. નજીકના સ્કૂલના કેમેરામાં બંને બદમાશોનો ચહેરો આવી ગયો છે. જેમાં બાઈક ચલાવનારે હેલ્મેટ પહેર્યું છે.

ઘરે રહેવા માંગતી નથી
મસાલા ઢોસાની લારી ચલાવીને હું પરિવારનું ગુજરાન અને બાળકોને ભણાવવાનો ખર્ચ તેમજ ઘરનું ભાડુ આપી બાદમાં અમુક રકમ બચત કરી તે રૂપિયાથી મે મારી પત્નીને મંગળસૂત્ર લઈ આપ્યું હતું. મંગળસૂત્ર લૂંટી જતા મારી પત્નીની હાલત કફોડી બની છે. મારી પત્ની એટલી ગભરાય ગઈ છે કે હવે ઘરે રહેવા પણ માંગતી નથી, જેના કારણે મારે તેને ભાઈને ત્યાં મુકી આવવું પડ્યું છે. રવિવારે સવારે આ ઘટના બની ત્યાંરથી હજુ સુધી તેણે અન્નનો દાણો પણ લીધો નથી. મે તેને સમજાવી કે ભલે મંગળસૂત્ર ગયું તે નવુ આવશે પણ હવે તુ ચિંતા નહિ કર. પેરિયાસ્વામી નાડાર, મહિલાનો પતિ, ફર્સ્ટ પર્સન

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- સમય પ્રમાણે મહેનત કરતા રહો. યોગ્ય પરિણામ પ્રાપ્ત થશે. યુવા વર્ગ પોતાના લક્ષ્ય પ્રત્યે ધ્યાન કેન્દ્રિત રાખે. સમય અનુકૂળ છે. તેનો ભરપૂર ઉપયોગ કરે. થોડો સમય અધ્યાત્મમા પસાર કરવાથી સુકૂન મળી શકે...

  વધુ વાંચો