તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Surat
 • Surat News The Woman Doctor Killed Two Turtles In Ot Due To Shouting Due To A Broken Tank Surgical Instrument Also Struck Me On The Ear 045026

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ટાંકા તૂટી જતાં દુખાવાને કારણે બૂમો પાડતી પ્રસૂતાને મહિલા ડોક્ટરે OTમાં બે તમાચા માર્યા, સર્જિકલ ઇન્સ્ટ્રુમેન્ટ પણ કાન પર મારી દીધું

2 વર્ષ પહેલા
 • કૉપી લિંક
સિવિલ હોસ્પિટલમાં ગાયનેક વિભાગની મહિલા રેસિડેન્ટ તબીબે દર્દથી પીડાતી પ્રસુતાની ઓટીમાં બે લાફા ચોડી દીધા બાદ સર્જીકલ ઇન્સ્ટ્રુમેન્ટ વડે હુમલો કરી દીધો હતો. પ્રસુતાએ ઓટીમાંથી બહાર આવ્યા બાદ પરિવારને જાણ કરતા હોબાળો મચી ગયો હતો. લોકોએ પોલીસને જાણ કરતા પોલીસ દોડી ગઈ હતી અને પ્રસુતાની ફરીયાદના આધારે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે. તો બીજી તરફ સિવિલ હોસ્પિટલના સત્તાધીશોએ પણ આ બાબતની ગંભીર નોંધ લઈ મહિલા તબીબ સામે કમિટીની રચના કરી તપાસ સોંપી છે.

ભેસ્તાન આ‌વાસ ખાતે રહેતા નિતેશ તિવારી નવીન ફ્લોરીનમાં નોકરી કરે છે. બે મહિના પહેલા જ તેમની પત્ની રૂચી(23)વતનથી આવી હતી. ગર્ભવતી હોવાથી રૂચીની તમામ સારવાર સિવિલમાં ચાલી રહી હતી. 21 ફેબ્રુઆરીએ રૂચીને સિવિલના ગાયનેક વોર્ડમાં દાખલ કરાયા હતા. 22મીએ સવારે તેમની પ્રસૂતિ થઈ હતી અને તેમણે બાળકને જન્મ આપ્યો હતો. નોર્મલ પ્રસૂતિ બાદ તબીબે 2 ટાંકા લીધા હતા. ત્યારબાદ માતા-પુત્રને વોર્ડમાં શિફ્ટ કરાયા હતા. વોર્ડમાં શિફ્ટ કરાયા બાદ સાંજે રૂચીબેનને ટાંકાની જગ્યાએ અસહ્ય દુ:ખાવો થતો હોવાથી તેમણે નર્સને વાત કરી હતી. નર્સે મહિલા રેસિડેન્ટ તબીબને જાણ કરતા ગાયનેક વિભાગની મહિલા રેસિડેન્ટ ડો.કૃપાલી કાકડિયા તેમને ઓટીમાં લઈ ગયા હતા. જ્યાં ડો.કૃપાલીએ તેમને બે લાફા મારી દીધા હતા અને ત્યાર બાદ નજીકમાં પડેલું સર્જીકલ ઇન્સ્ટ્રુમેન્ટ કાન પર મારી દીધું હતું. ઓટીમાં ફરીથી ટાંકા લીધા બાદ પરત વોર્ડમાં શિફ્ટ થયેલા રૂચીબેનેે પતિને જાણ કરતા હોબાળો મચી ગયો હતો. ખટોદરા પોલીસ ગુનો નોંધી તપાસ શરુ કરી છે.

બુમ શું કામ પાડે છે તેમ કહી મહિલા તબીબે મને બે લાફા મારી દીધા હતા : પીડિતા
મને દુ:ખાવો થતો હોવાથી નર્સને જાણ કરી જેથી મહિલા ડોકટર મને ઓપરેશન થીયેટરમાં લઈ ગયા દુ:ખાવાને કારણે હું બુમ પાડતી હતી ત્યારે મહિલા ડોક્ટરે બુમ શું કામ પાડે છે તેમ કહી બે લાફા મારી દીધા હતા અને પછી લોખંડનું કઈક સાધન હતું તે મારા કાન પર મારી દીધુ હતું.

ફર્સ્ટ પર્સન રૂચી તિવારી, ભોગ બનનાર મહિલા

ગુસ્સામાં હતી, કાન પર માર્યું નથી
ડો.કૃપાલી કાકડિયાએ તેના એચઓડીને કહ્યુ હતું કે ‘દુખાવાનું ઇંજેક્શન આપ્યુ હતું, કદાચ દુખાવો ઓછો નહીં થયો હોય. ટાંકા લેવામાં રૂચી સહયોગ આપતી ન હતી. મને ગુસ્સો આવી ગયો હતો. મેં કાનમાં કોઇ ઇન્સ્ટ્રૂમેન્ટ માર્યું નથી.’

દર્દી સાથે મારપીટની ફરિયાદ મળી છે
સિવિલમાં દર્દીની સાથે મારપીટ થયાની ફરિયાદ મળી છે. સર્જિકલ ઇન્સ્ટ્રૂમેન્ટ માર્યું કે નહીં એ તપાસનો વિષય છે. મોહન ખિલેરી, પી.આઇ, ખટોદરા

તપાસ કમિટી નિમી દેવાઇ છે
મારા ધ્યાન પર આ ઘટના આવી છે આ માટે સોમવારે તપાસ કમિટીની રચના કરવામાં આવશે અને આ કમિટીની તપાસમાં જો રેસિડેન્ટ તબીબ દોષી જણાશે તો તેની સામે કાર્યવાહી હાથ ધરવામાં આવશે. ડો.ગણેશ ગોવેકર, ઈન્ચાર્જ સુપ્રિટેન્ડન્ટ, સિવિલ

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- થોડા સમયથી ચાલી રહેલી કોઇ દુવિધા અને બેચેનીથી આજે રાહત મળી શકે છે. અધ્યાત્મિક અને ધાર્મિક ગતિવિધિઓમાં થોડો સમય પસાર કરવો તમને પોઝિટિવ બનાવશે. કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે એટલે કોઇપણ ફોન...

  વધુ વાંચો