તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

‘એક ચપટી ઊંઘ’ પુસ્તક એકાંકી નાટક કેટેગરીમાં પ્રથમ ક્રમે વિજેતા

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સુરત | લેખક અને સાહિત્યકારનો પ્રોત્સાહન મળે તે માટે ગુજરાતી સાહિત્ય અકાદમી ગાંધી નગર દ્વારા એમને વિવિધ એવોર્ડ આપીને સન્માનિત કરવામાં આવે છે. ગુજરાત સાહિત્ય અકાદમી દ્વારા ગુજરાતી ભાષાના વર્ષ 2017ના શ્રેષ્ઠ પુસ્તકોના પારિતોષિક જાહેર કરવામાં આવ્યા છે. જેમાં એકાંકી નાટક કેટેગરીમાં સુરતના ડો.ધ્વનીલ પારેખના પુસ્તક ‘એક ચપટી ઊંઘ’ને પ્રથમ પારિતોષિક એનાયત કરવામાં આવ્યું છે. જો કે, એકાંકી નાટક કેટેગરીમાં બીજી અને ત્રીજી કેટેગરીમાં આ વર્ષે એવોર્ડ એનાયત કરવામાં આવ્યા નથી. ધ્વનીલ પારેખના આ પુસ્તકમાં સાત એકાંકી નાટકો છે જેમાં, ‘સજા’, ‘અર્થ’, ‘હું તને પ્રેમ કરું છું’, ‘એક ચપટી ઊંઘ’, ‘શાપ’, ‘બોલપેનનું ખોલું’ અને ‘એક જ્વાળા પ્રગટે ત્યારે’ નાટક છે.

અન્ય સમાચારો પણ છે...