Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
પવનની પેટર્ન બદલાઇ, વધુ 3 ડિગ્રી તાપમાન વધતાં ઠંડી ઘટી
પવનની દિશા બદલાતા લઘુત્તમ તાપમાનમાં વધુ ત્રણ ડિગ્રી જ્યારે મહત્તમ તાપમાનમાં 2 ડિગ્રીનો વધારો થયો છે. આ સાથે ઠંડીના પ્રમાણમાં પણ આંશિક ઘટાડો થયો છે. છેલ્લા બે દિવસમાં લઘુત્તમ તાપમાનમાં 6 ડિગ્રીનો નોંધપાત્ર વધારો થઇ ગયો છે. જેના કારણે ગરમીનું પ્રમાણ વધ્યું છે.
હવામાન વિભાગના જણાવ્યાનુસાર શહેરનું મહત્તમ તાપમાન 31.4 ડિગ્રી અને લઘુત્તમ તાપમાન 19.2 ડિગ્રી નોંધાયું છે. શુક્રવારની સરખામણીમાં મહત્તમ તાપમાનમાં 2 ડિગ્રીનો અને લઘુત્તમ તાપમાનમાં 2 ડિગ્રીનો વધારો થયો છે. પવનની દિશા નોર્થ-ઇસ્ટથી સાઉથ-ઇસ્ટ થઇ ગઇ છે. ત્રણ કિ.મી પ્રતિકલાકની ગતિએ પવન ફૂંકાઇ રહ્યા છે. જેના કારણે ઠંડીનો પારો વધી રહ્યો છે. વાતાવરણમાં સવારે ભેજનું પ્રમાણ 55 ટકા અને સાંજે 46 ટકા નોંધાયું હતું.
અત્રે ઉલ્લેખનીય છે કે, દેશના ઉત્તરભાગના પહાડી વિસ્તારોમાં ભારે હિમવર્ષા થઇ રહી છે. જેના કારણે ઉત્તર ભારતમાં કાતિલ ઠંડીનું મોજું ફરી વળ્યું છે. હાલમાં ઉત્તર દિશાથી આવતા પવનની બદલાઇ જતાં હવે ઉત્તરાયણ બાદ જ કોલ્ડવેવનો રાઉન્ડ આવે એવી શક્યતા છે.