સુરત
બેઠકથી
ભાજપના ઉમેદવાર તરીકે
દર્શના જરદોશે ઉમેદવારી પત્ર ભર્યું એ સાથે જે એફિડેવિટ રજૂ કરી છે એ મુજબ 2009થી 2019ના એક દાયકામાં તેમની સંપત્તિમાં મોટા પ્રમાણમાં વધારો થયો છે. 2009માં તેમણે પોતાની સંપત્તિ 29,88,000 દર્શાવી હતી તે 2019માં 2,77,98,729 થઈ છે. 2014માં તેમની સંપત્તિ રૂ.1,30,55,107 હતી, એટલે કે 2019માં લગભગ ડબલ થઇ ગઇ છે.
ભાજપના મૂળ સુરતી અને કોંગ્રેસના સૌરાષ્ટ્રવાસી ઉમેદવાર વચ્ચે સીધો જંગ
કોંગ્રેસે સૌરાષ્ટ્રીયન અશોક અધેવાડા પર મહોર મારી
સુરત લોકસભા બેઠક પર ઉમેદવારને લઇ બંને પાર્ટીમાં ભારે સસ્પેન્સ વચ્ચે મંગળવારે મોડીસાંજે ભાજપના ઉમેદવાર દર્શના જરદોશના નામની જાહેરાતના ગણતરીના સમયમાં જ કોંગ્રેસ દ્વારા અશોક અધેવાડાને મેદાનમાં ઉતારવાનું નક્કી કરી લીધું હતું. જો કે સત્તાવાર જાહેરાત કરી ન હતી. દરમ્યાન બુધવારે મોડીસાંજે કોંગ્રેસે સત્તાવાર અશોક અધેવાડાની જાહેરાત કરી હતી. અશોક અધેવાડા મુળ ભાવનગરના વતની છે. હાલમાં તેઓ પ્રદેશ સંગઠનમાં મંત્રી તરીકે કામ કરી રહ્યા છે સાથે એનએસયુઆઇ તથા યુથ કોંગ્રેસમાં મહત્વની જવાબદારી પણ નિભાવી છે. સુરત બેઠક પર કોંગ્રેસ દ્વારા મુળ ભાવનગરના અશોક અધેવાડા અને ધનશ્યામ લાખાણી ના નામની પહેલાથી જ ચર્ચા હતી અને ધાર્યા પ્રમાણે અશોક અધેવાડા પર પસંદગી ઉતારી છે. હવે સુરતમાં ભાજપના મુળ સુરતી દર્શના જરદોશ અને સૌરાષ્ટ્રવાસી અશોક અધેવાડા વચ્ચે સીધી જંગ ખેલાશે. વર્ષ 2014ની ચૂંટણીમાં દર્શના જરદોશ 5.25 લાખની લીડથી ભવ્ય જીત મેળવી હતી ત્યારે ભાજપનું ગઢ ગણાતી સુરત બેઠક પર કબજો કરવો કોંગ્રેસના અશોક અધેવાડા માટે મોટો પડકાર છે. આવતીકાલે ગુરુવારે સવારે 9.30 વાગે માનગઢ ચોક, મીનીબજારથી સમર્થકો સાથે અશોક અધેવાડા ઉમેદવારી ફોર્મ ભરશે.
સાંસદ પાસે વાહનોમાં એક કાઇનેટિક હોન્ડા અને 3 કાર
વિગત 2009 2014 2019
રોકડા 45,792 1,48,950 2,75,000
જ્વેલરી 6,00,000 7,00,000 10,50,000
બેંક ડિપોઝિટ શેર સર્ટિ, સેવિંગ્સ બેંક ડિપોઝિટ વગેરે બેંક ડિપોઝિટ સહિત
સર્ટિ સહિતની જંગમ જંગમ મિલકત જંગમ મિલકત:
મિલકતો: 6,88,000 63,56,833 99,80,379
સ્થાવર 23,00,000 66,98,274 1,78,18,350
વાહન એક કાઇનેટિક હોન્ડા ત્રણ કાર ત્રણ કાર
મેન્ડેટ વગર જ દર્શના જરદોશે ઉમેદવારીપત્ર ભર્યું
સુરત | ભારે સસ્પેન્સ પછી છેલ્લી ઘડીએ લોકસભાની સુરત બેઠક પર ભારતીય જનતા પાર્ટીએ મંગળવારે મોડી રાત્રે દર્શના જરદોશને ઉમેદવાર જાહેર કર્યા. એ સાથે જ બુધવારે સવારે સાડા અગિયારેક વાગ્યે દર્શના જરદોશ ચુપચાપ ઉમેદવારી પત્ર ભર્યું હતુ. હજુ સુધી ભાજપ તરફથી તેમને મેન્ડેટ આપવામાં આવ્યું નથી. બુધવારે અન્ય બે અપક્ષ ઉમેદવારોએ પણ ઉમેદવારી પત્રો ભર્યાં હતાં.