તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

જૂનાગઢ અને અમરેલી જિલ્લાના ગામડાઓમાં ફરી વરસાદ પડ્યો

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

કેશોદ પંથકમાં થોડા દિવસો પહેલા પણ કમોસમી વરસાદ પડ્યો હતો અને મગફળી, કપાસનો પાક પલળી જતા ખેડૂતોને ભારે નુકસાન સહન કરવાનો વારો આવ્યો હતો.જો કે બાદમાં બે દિવસ વાતાવરણ સ્વચ્છ રહ્યા બાદ રવિવારે બપોરના સમયે અસહ્ય ઉકળાટ બાદ અચાનક વરસાદી ઝાપટું પડ્યું હતું.જેથી ખેડૂતોને ફરી નુકસાન સહન કરવાનો વારો આવ્યો છે. વંથલી પંથકનાં ખોખરડા, ટીનમસ, આખા, કણજડી, ખોરાસા,, કણજા સહિતના ગામોમાં પણ કમોસમી વરસાદ નોંધાયો હતો. તેમજ જૂનાગઢ બાયપાસ સુધી વરસાદ પડ્યો હતો. અમરેલી જિલ્લાના સાવરકુંડલા અને ચલાલા પંથકમાં વરસાદ પડ્યો હતો જ્યારે સુરતમાં પણ ઝાપટાં પડ્યાં હતાં.

13-14મીએ આગાહી
અરબી સમુદ્રમાં અપરએર સાયકલોનિક સર્ક્યુલેશનની અસર વર્તાઇ રહી છે. જેને લઇ આગામી ચાર દિવસ વાતાવરણમાં પલટો જોવા મળશે અને આકાશ વાદળછાયું બનશે અને બુધવારે તથા ગુરુવારે ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્ર અને કચ્છમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરાઈ છે.

અન્ય સમાચારો પણ છે...