તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

પ્રશ્નપત્રના છાપકામમાં યુનિવર્સિટીને વાર્ષિક રૂપિયા એક કરોડનો ફાયદો થશે

2 વર્ષ પહેલા
 • કૉપી લિંક
વીએનએસજીયુમાં પ્રશ્નપત્ર છાપવા માટે બનાવેલી કમિટીએ ચાલુ વર્ષે ઓનલાઇન ટેન્ડર મંગાવતા ગયા વર્ષની સરખામણીમાં યુનિવર્સિટીની રૂપિયા એક કરોડની બચત થશે. વીએનએસજીયુના પ્રશ્નપત્ર છાપવાનું કૌભાંડ સપાટી પર આવ્યું છે જ્યારે ચાલુ વર્ષે બનાવેલી સમિતિએ ઓનલાઇન ટેન્ડરિંગ કર્યું હતું. ચાલુ વર્ષે સિન્ડિકેટમાં પ્રશ્નપત્ર છાપકામ કમિટી બનાવવામાં આવી છે.

આ કમિટીમાં અશ્વિન પટેલ, વિનોદ ગજેરા, કિરણ ઘોઘારી, કશ્યપ ખરચિયા અને ભાવેશ રબારીનો સમાવેશ કરાયો છે. અગાઉ શાસકો દ્વારા ટેન્ડર પ્રક્રિયા વગર જ સૂર્યા ઓફસેટને કોન્ટ્રાક્ટ આપી પાંચ વર્ષ સુધીનો ઍગ્રીમેન્ટ કરાયો હતો. કમિટી દ્વારા ચાલુ વર્ષે ઓનલાઇન ટેન્ડર મંગાવ્યાં હતાં. ગત વર્ષ કરતાં ચાલુ વર્ષે મુંબઈની પ્રિન્ટોગ્રાફી કંપનીએ જે ભાવ આપ્યા છે તે સેમેસ્ટર દીઠ રૂ.53 લાખ ઓછા છે. તે જોતાં યુનિવર્સિટીને એક કરોડની બચત થશે.

ગયા વર્ષ કરતાં સૂર્યા ઑફસેટે ઓછા ભાવ ભર્યા
યુનિવર્સિટીએ પ્રશ્નપત્રના છાપકામ માટે ઓનલાઇન ટેન્ડર મંગાવ્યાં છે. જેમાં મુંબઈની પ્રિન્ટોગ્રાફી અને જૂની એજન્સી સૂર્યાએ ટેન્ડર ભર્યાં હતાં. સૂર્યા કંપનીએ ગયા વર્ષ કરતાં ઓછી રકમ ભરી હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું.

જૂની એજન્સી સામે તપાસ કરવામાં આવશે
જૂની એજન્સી દ્વારા છાપકામ માટે યુનિવર્સિટી પાસેથી વધુ નાણાં વસૂલવામાં આવ્યા હોવાનો આક્ષેપ કરવામાં આવી રહ્યો છે. ત્યારે આ અંગે તપાસ કરવા માટે મયૂર ચૌહાણ સહિતના ત્રણ સભ્યોની તપાસ કમિટી બનાવાઇ છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- થોડા સમયથી ચાલી રહેલી કોઇ દુવિધા અને બેચેનીથી આજે રાહત મળી શકે છે. અધ્યાત્મિક અને ધાર્મિક ગતિવિધિઓમાં થોડો સમય પસાર કરવો તમને પોઝિટિવ બનાવશે. કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે એટલે કોઇપણ ફોન...

  વધુ વાંચો