તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

તાલીમાર્થી માર્શલોને કાયમી કરવા 7 દિવસમાં નિર્ણય લેવા અલ્ટીમેટમ

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક

પાલિકામાં ફરજ બજાવતા ઘણા માર્શલોને તાલીમાર્થી પિરીયડને 3 વર્ષથી વધુનો સમય થયો છતાં હજુ સુધી કાયમી નહીં કરી પગાર વધારો અપાયો નથી. જેથી માર્શલોમાં આક્રોશ ફેલાયો છે. સુરત સુધરાઇ કામદાર મંડળે કમિશનરને આવેદનપત્ર આપીને સાત દિવસમાં ઉકેલ નહીં આવે તો આંદોલનની ચિમકી ઉચ્ચારી છે.

સુરત મહાનગર પાલિકામાં ફાયર અને ઇમરજન્સી તથા વોચ એન્ડ વોર્ડ ખાતામાં માર્શલોની ભરતી કરાઇ છે. જે પૈકી મોટાભાગના કર્મચારીઓની ત્રણ વર્ષની તાલીમાર્થી માર્શલો તરીકેની મુદત પૂર્ણ થઇ ગઇ છે. પરંતુ તેમને પ્રોબેશનર પિરીયડ ઉપર મુકવામાં આવ્યા નથી. તેમજ ઘણાં કર્મચારીઓની સતત ચાર વર્ષની નોકરી પૂર્ણ થઇ છે. પરંતુ આજદિન સુધી કાયમી કરવામાં આવ્યા નથી. જેના કારણે મોટાભાગના કર્મચારીઓ હાલમાં ફિક્સ પગારમાં ફરજ બજાવી રહ્યા છે. જેના કારણે આર્થિક તકલીફનો સામનો કરવો પડી રહ્યો છે. ભરતી પ્રક્રિયા મુજબ તેઓને પાલિકા તરફથી 6 માસની તાલીમ આપવાની હતી. પરંતુ ઘણા કર્મચારીઓને તાલીમ આજદિન સુધી આપવામાં આવી નથી. જેના કારણે કર્મચારીઓને પ્રોબેશન પર મુકવામાં આવ્યા નથી કે કાયમી કરાયા નથી. જેથી કાયમી કરવાની પ્રક્રિયા તાકીદે પૂર્ણ કરવામાં આવે તેમજ નિયમોનુસાર પગાર કરવાની માંગણી કરવામાં આવી છે. જો સાત દિવસમાં ચોક્કસ નિર્ણય લેવામાં નહીં આવે તો આંદોલન કરવાની ચિમકી સુરત સુધરાઇ કામદાર મંડળે આપી છે.જેને કારણે આ મામલો આગામી દિવસોમાં ગરમાઈ તેમ છે.

3 વર્ષની મુદ્દત પૂર્ણ થઈ હોવા છતાં પ્રોબેશન પર મુકાયા નથી

સુરત સુધરાઈ કામદાર મંડળની મનપા કમિશનરને રજૂઆત

અન્ય સમાચારો પણ છે...