28મીથી 8 ડિસેમ્બર સુધી કલરવ અંતાક્ષરીનું આયોજન કરાશે

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સુરત | તબીબો માટે ‘કલરવ’ અંતાક્ષરીનું આયોજન કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમ 28 નવેમ્બરથી લઈ 8 ડિસેમ્બર સુધી દરરોજ સાંજે 8 થી 10 કલાકે રોટરી હોલ, જીવનભારતી સ્કૂલ નાનપુરા ખાતે યોજાશે. 80 રાઉન્ડ ચાલનારી આ સ્પર્ધામાં વિડીયો ક્લિપ, કપલ સોંગ્સ, સ્વર નિયોજન અને ગાયકીના અલગ-અલગ પાસાઓ ઉજાગર કરવામાં આવશે. આ સ્પર્ધામાં કોઇપણ બે વ્યક્તિઓની બનેલી ટીમ ભાગ લઈ શકશે. સ્પર્ધામાં વિનામૂલ્યે ઓનલાઇન રજિસ્ટ્રેશન કરાવી શકાશે. અંતાક્ષરી સ્પર્ધામાં વિજેતા બનેલી 12 ટીમો વચ્ચે રંગભવન ખાતે ફાઇનલ સ્પર્ધા યોજાશે. કલરવ અંતાક્ષરીના નિયમો અને પ્રવેશ માટે નરેશ કાપડિયા તથા ડો. દીપક તોરાવાલાનો સંપર્ક કરવો.

અન્ય સમાચારો પણ છે...