સુરત પીપલ્સ બેંકનો કુલ બિઝનેસ રૂ.7138 કરોડ પર પહોંચ્યો

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સુરત | દક્ષિણ ગુજરાતની પ્રથમ મલ્ટી સ્ટેટ શિડયૂલ્ડ બેંક ધી સુરત પીપલ્સ કો. ઓપ. બેંક લિ. નો તા.31-3-19ના રોજ પૂર્ણ થતાં વર્ષનો કુલ રૂ. 7138 કરોડનો બિઝનેસ થયો છે. બેંકના પ્રમુખ આશિત ગાંધીના જણાવ્યાનુસાર, માર્ચ 2018માં રૂ. 3868 કરોડની કુલ થાપણો અને રૂ. 242 કરોડનો ધિરાણ આંક મળી કુલ રૂ. 6289 કરોડના બિઝનેસ નોંધાયો હતો. જેની સામે માર્ચ 2019 માં રૂ. 4398.48 કરોડની કુલ થાપણો અને રૂ.2739.77 કરોડના કુલ ધિરાણો મળીને રૂ.7138.25 કરોડનો થયો છે. આ વર્ષે બેંકની થાપણો માં રૂ. 530 કરોડ અને ધિરાણમાં રૂ. 318 કરોડ એમ કુલ રૂ.848 કરોડનો બિઝનેસમાં વધારો નોંધાયો છે. જેમાં પાછલા વર્ષમાં રૂ. 5860 કરોડથી વધુના વ્યવહારો મોબાઈલ બેંકિંગ થકી થયા છે.

અન્ય સમાચારો પણ છે...