ટેક્સટાઇલ ઉદ્યોગનું મોટું માથું ચૂંટણીમાંં ઝંપલાવે તેવી શક્યતા

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ અને ઉપપ્રમુખ પદ માટે લાંબા સમયથી ટેક્સટાઇલ ઉદ્યોગને પ્રતિનિધિત્વ મળ્યું નથી. આ વખતે ટેક્સટાઈલમાંથી જ કોઈ આગેવાન ઉપપ્રમુખ તરીકે ચૂંટાય આવે તે માટે અત્યારથી જ પ્રયત્નો શરૂ
કરવામાં આવ્યા હોવાનું જાણવા મળે છે.

નોટબંધી અને જીએસટી પછી શહેરના પાયાસમાન બે ઉદ્યોગો ટેક્સટાઈલ અને ડાયમંડમાં અનેક પ્રશ્નો સર્જાયા છે. જેના નિરાકરણ માટે આજદિન સુધી કેન્દ્ર અને રાજય સરકારમાં રજૂઆતોનો મારો થઈ રહ્યો છે. એવામાં અવ્યવસ્થિત રજૂઆતોને પગલે હવે કેન્દ્ર અને રાજય સરકારના વિભાગો દ્વારા સુરતના બંને મુખ્ય ઉદ્યોગના પ્રતિનિધિઓ ચેમ્બરનું શુકાન સંભાળે તેવી લાગણી વ્યકત કરવામાં આવી છે. અગાઉ જીએફઆરઆરસીના ચેરમેન ગિરધર મુંદડા અને જિતેન્દ્ર વખારીયાને ચુંટણી લડવા માટે આગ્રહ કરવામાં આવ્યો હતો, પરંતુ તેમણે પાછલા વર્ષે ચુંટણી લડવા બાબતે સ્પષ્ટપણે ઇન્કાર કરી દીધો હતો.

હવે રાજય અને કેન્દ્ર સરકાર સાથે સીધો સંપર્ક ધરાવતાં ઉદ્યોગકારોના વર્તુળમાંથી ટેક્સટાઇલ ઉદ્યોગના અગ્રણીને મહત્વના પદે બેસાડવા માટે અગ્રાહ કરવામાં આવ્યો છે. ચેમ્બરના અગ્રણીઓ દ્વારા પાંડેસરા અને સચિનના ટોચના ટેક્સટાઇલ ઉદ્યોગકારોમાંથી એક નામની પસંદગી કરવા તૈયારીઓ શરૂ કરવામાં આવી છે અને ફરી એકવાર જિતેન્દ્ર વખારીયા અને ગિરધર મુંદડાને ચુંટણી લડવા માટે આગ્રહ કરવામાં આવ્યો છે. તેને લઇને આવતા અઠવાડિયે ટેક્સટાઇલ ઉદ્યોગના આગેવાનો બંધ બારણે બેઠક યોજે તેવી શકયતા છે.જેને લઈને આ વર્ષે બિનહરિફ ચૂંટણી થાય તેવી પણ સંભાવના હોવાની વાત હાલના તબક્કે ઉદ્યોગકારોમાં ચર્ચાઈ રહી હોવાનું જાણવા મળે છે.

આ વર્ષે પ્રમુખ હીરા ઉદ્યોગમાંથી બનવાના હોવાથી બીજું વર્ષ ટેક્સટાઇલ ઉદ્યોગને મળે તેવા પ્રયાસો શરૂ

ચેમ્બર ઓફ કોમર્સમાં ઉપપ્રમુખ પદની ચૂંટણી

અન્ય સમાચારો પણ છે...