તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

તાપમાનમાં 9 ડિગ્રીનો વધારો થતાં ઠંડી ઘટી

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક
પવનની પેટર્ન બદલાતાં દિનપ્રતિદિન ઠંડીનું પ્રમાણ ઘટી રહ્યું છે. આજે લઘુત્તમ તાપમાન વધુ બે ડિગ્રી વધીને 21.5 ડિગ્રીએ પહોંચી જતાં ઠંડીની અસર ખૂબ જ ઓછી થઇ છે. વિતેલા 4 દિવસની અંદર લઘુત્તમ તાપમાન 9 ડિગ્રી અને મહત્તમ તાપમાનમાં 4 ડિગ્રીનો નોંધપાત્ર વધારો થયો છે. ઉત્તરાયણ બાદ હવે કોલ્ડવેવનો રાઉન્ડ આવે એવી શક્યતા છે.શહેરનું મહત્તમ તાપમાન 32.4 ડિગ્રી અને લઘુત્તમ તાપમાન 21.5 ડિગ્રી નોંધાયું હતું. જ્યારે ભેજનું પ્રમાણ સવારે 66 ટકા અને સાંજે 65 ટકા નોંધાયું હતું. વેસ્ટ દિશાથી 4 કિ.મીની ગતિએ પવન ફૂંકાઇ રહ્યા છે. ઉલ્લેખનીય છે કે, જમ્મુ કાશ્મીરના આસપાસ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે ચક્રવાતી હવાઓનું ક્ષેત્ર ડેવલપ થયું છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- કોઇપણ લક્ષ્યને પોતાના પરિશ્રમ દ્વારા પ્રાપ્ત કરવામાં સક્ષમ રહેશો. ઊર્જા અને આત્મવિશ્વાસથી પરિપૂર્ણ દિવસ પસાર થશે. કોઇ શુભચિંતકના આશીર્વાદ તથા શુભકામનાઓ તમારા માટે વરદાન સાબિત થશે. નેગેટિવ...

  વધુ વાંચો