તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

14મીએ કાઉન્સિલની મિટીંગમાં GSTના દરનું સ્ટ્રક્ચર નક્કી થશે

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક

કાપડ ઉદ્યોગ પર જીએસટીનો ઈન્વર્ટેડ ડ્યુટી સ્ટ્રક્ચર છે. વીવીંગ અને પ્રોસેસિંગ સેક્ટરમાં જોબવર્ક પર 5 ટકા, યાર્ન પર 12 ટકા તેમજ કાપડનું વેચાણ પણ 5 ટકા જીએસટીના દરમાં થાય છે. જેના કારણે 7 ટકાનો તફાવત ઉભો થતાં વીવર્સ, પ્રોસેસર્સને કરોડો રૂપિયાનું રિફંડ સરકારે ચૂકવવું પડે છે. તે રિફંડથી બચવા કાઉન્સિલે ટેક્સટાઈલમાં એકસમાન 12 ટકાનો જીએસટી સ્લેબ કરવા માટે ટેક્સટાઈલ ઉદ્યોગકારો સમક્ષ પ્રપોઝલ મુકી છે. જેને ઉદ્યોગકારોએ નકારી કાઢી છે. તેમ છતાં તા.14મી માર્ચે મળનારી જીએસટી કાઉન્સિલની મિટીંગને લઈને સમગ્ર ટેક્સટાઈલમાં ચિંતાનું મોજુ જોવા મળી રહ્યું છે. જેને પગલે આજે ફોગવાએ તમામ ટેક્સટાઈલ ઘટકના આગેવાનોની મિટીંગ બોલાવી છે.એકસમાન 12 ટકા જીએસટીનો રેટ અંગેનું પ્રપોઝલ હોવાની જાણ કરી તેમના મત લેવાયા હતા. જોકે, સમગ્ર ઉદ્યોગકારોએ જીએસટીનો દર વધી જવાથી સમગ્ર વેપાર વધુ 40 ટકા તૂટી જશે તેવો ભય વ્યક્ત કર્યો હતો.

આજે ટેક્સટાઈલના આગેવાનોની સંયુક્ત મિટીંગ મળશે

12 ટકાના દરની પ્રપોઝલ રિજેક્ટ છતાં ઉદ્યોગકારોમાં ચિંતા

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે ગ્રહ ગોચર તથા પરિસ્થિતિઓ તમારા લાભનો માર્ગ રમી રહી છે. માત્ર વધારે મહેનત અને એકાગ્રતાની જરૂરિયાત છે. તમે તમારી યોગ્યતા અને આવડતના બળે ઘર તથા સમાજમાં યોગ્ય સ્થાન પ્રાપ્ત કરી શકશો. નેગે...

વધુ વાંચો