તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

અજાણ્યાએ મોઢે રૂમાલ બાંધીને લિંબાયતમાં મોપેડ સળગાવી દીધું

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક
લિંબાયત મહાપ્રભુનગરમાં મોડા રાત્રે આવેલા શખ્સો મોપેડ પર જલદ પ્રવાહી નાખી સળગાવી દીધાનો બનાવ બન્યો છે.

બનાવની પોલીસ પાસેથી પ્રાપ્ત માહિતી મુજબ લિંબાયત મહાપ્રભુનગરમાં રહેતા અઝહરુદ્દીન રઉફ શેખ ચા વેચવાના ધંધો કરે છે. શુક્રવારે રાત્રે અઝહરુદ્દીન રાત્રે દુકાન પરથી ઘરે આવ્યા હતા અને પોતાની મોપેડ ઘર પાસે પાર્ક કરીને સૂઇ ગયા હતા. દરમિયાનમાં રાત્રે એકાદ વાગ્યાના અરસામાં મોઢે રૂમાલ બાંધીને આવેલા શખ્સે તેની મોપેડ પર જલદ પ્રવાહી નાખી સળગાવી નાસી ગયો હતો. મોપેડ સળગાવ્યું હોવાની જાણ થતા આજુ બાજુના લોકો એકઠા થઇ ગયા હતા અને પાણી છાંટી આગને કાબુમાં લીધી હતી. બનાવ અંગે લિંબાયત પોલીસે ગુનો નોંધા તપાસ આદરી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમારી મહેનત અને પરિશ્રમથી કોઇ મહત્ત્વપૂર્ણ કામ પૂર્ણ થવાનું છે. કોઇ શુભ સમાચાર મળવાથી ઘર-પરિવારમાં સુખનું વાતાવરણ રહેશે. ધાર્મિક કાર્યો પ્રત્યે પણ રસ વધશે. નેગેટિવઃ- સફળતા મેળવવા માટે મર્...

  વધુ વાંચો