તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કન્વેશનલ બેરેજ માટે 100 કરોડ ફાળવશે રાજ્ય સરકાર

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક
ઇન્ફ્રાસ્ટ્રક્ચર રિપોર્ટર| સુરત

શહેરની ભવિષ્યની વસ્તીને ધ્યાનમાં રાખીને પાણીનો નવો સ્ત્રોત ઉભો કરવા ે બહુહેતુક ગણાતો કન્વેશનલ બેરેજ પ્રોજેકેટમાં રાજ્ય સરકારે 100 કરોડની ફાળ‌વણી કરવા માટે સૈધ્ધાંતિક મંજૂરી આપી દીધી છે. 500 કરોડના કન્વેશનલ બરાજ પ્રોજેકટ માટે ટેન્ડર પણ બહાર પાડી દેવામાં આવ્યા છે. નજીકના ભવિષ્યમાં ટેન્ડર પ્રક્રિયા પૂર્ણ કરી વર્કઓર્ડર આપવાની કામગીરી હાથ ધરાશે.

શહેરની 2048માં 2.27 કરોડ વસ્તી વધારાની સંભાવના અને કોઝ-વેની મર્યાદાઓને ધ્યાને લઈ પાલિકાએ ભવિષ્યની વિવિધ જરૂરિયાતો માટે રૂંઢ-ભાઠાને જોડતો બહૂહેતુક ‘કન્વેશનલ બેરેજ’ બનાવવાનું આયોજન કર્યું હતું. આ પ્રોજેક્ટ પાછળ કંસ્ટ્રક્શન કોસ્ટ અને ખાનગી જમીન સંપાદન મળી 500કરોડનો ખર્ચ થાય તેમ છે. 100 વર્ષનાં ડેટાને ધ્યાનમાં રાખી10.52 લાખ ક્યુસેકનાં પૂર સામે શહેરને રક્ષણ મળી રહે પ્રકારે બેરેજની ડિઝાઈન તૈયાર કરાઇ છે.હાલમાં પાલિકાની તિજોરી તળિયાઝાટક થઇ છે, મોટા પ્રોજેકેટો પૂર્ણ કરવા માટે સરકારની ગ્રાન્ટ ઉપર જ પાલિકા નિર્ભર છે. એટલું જ નહીં બાકીનો ખર્ચ વર્લ્ડ બેંક પાસેથી લોન લઇ પ્રોજેકેટ પૂણ કરવાનું આયોજન છે.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- તમારો સંતુલિત તથા પોઝિટિવ વ્યવહાર તમને કોઇપણ શુભ-અશુભ સ્થિતિમાં યોગ્ય તાલમેલ જાળવી રાખવા માટે મદદ કરશે. સ્થાન પરિવર્તનને લગતી યોજનાઓને શરૂ કરવા માટે સમય અનુકૂળ છે. નેગેટિવઃ- આ સમયે તમારા ...

    વધુ વાંચો