Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
સ્ટેન્ડિંગ ચેરમેને 15 ફૂટ ઉંચાઈથી કૂદી જમ્પિંગ કુશનનું ટેસ્ટિંગ કર્યું
ઇન્ફ્રા રિપોર્ટર. સુરત: ફાયર વિભાગ દ્વારા જમ્પીંગ કુશનના લાઇવ ડેમોસ્ટ્રેશનમાં સ્ટેન્ડીંગ ચેરમેને ખુદ 15 ફૂટ ઉંચાઇથી કૂદી જમ્પીંગ કુશનનું ટેસ્ટીંગ કરતાં ત્યાં હાજર સૌ કોઇ ચોંકી ઉઠ્યા હતા. અત્રે ઉલ્લેખનીય છે કે, અગાઉ ફાયરના કર્મચારીઓએ પણ ચકાસણી કરી હતી.
અડાજણ ફાયર સ્ટેશન પર લાઈવ ડેમોસ્ટ્રેશન કરવામાં આવ્યું
તક્ષશિલા અગ્નિકાંડની ઘટના બાદ સુરત મહાનગર પાલિકાના ફાયર અને ઇમરજન્સી વિભાગ દ્વારા જમ્પિંગ કુશન ખરીદવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. ત્યારે જેનું લાઈવ ડેમોસ્ટ્રેશન અડાજણ ફાયર સ્ટેશન ખાતે રાખવામાં આવ્યું હતું. જેમાં મહાનગરપાલિકાના ઉચ્ચ અધિકારી અને પદાધિકારીની હાજરીમાં લગભગ ૨૦ થી ૨૫ કુટની ઉંચાઈ ઉપરથી ફાયર વિભાગના કર્મચારીઓએ જમ્પીંગ કુશન પર જમ્પ કરી પારખેલી હતી. આ દરમ્યાન સ્થાયી સમિતિ ચેરમેન અનિલભાઈ ગોપાણીએ પોતે પણ જમ્પીંગ કૂશન પર કૂદીને ટેસ્ટીંગ કરવા તૈયાર થયા હતા. તેમણે ૧૫ થી ૨૦ ફુટની ઉંચાઈ ખાતેથી જમ્પિંગ કુશન પર જમ્પ કરીને જમ્પિંગ કુશનની સલામતી પારખી હતી. જેને કારણે લોકોને પણ ભરોસો બેસ્યો હતો.
અડાજણના ફાયર સ્ટેશન ખાતે જમ્પિંગ કુશનની લાઈવ ડેમોસ્ટ્રેશન થકી મનપાના સ્થાયી સમિિતના ચેરમેને ચકાસણી કરી હતી.