તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સરસાણા ખાતે 16મી સુધી સ્પાર્કલ B2B એક્ઝિબિશન યોજાશે

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
દેશમાં ભલે મંદીની સ્થિતિ હોઈ પણ આવા સમયે થતાં એક્ઝિબિશન ઉદ્યોગોને બુસ્ટ પુરૂ પાડતાં હોઈ છે. વર્ષ 2020માં જેમ એન્ડ જ્વેલરી સેક્ટરને ઉર્જા મળે તે હેતુથી સ્પાર્કલનું એક્ઝિબિશન કરાયું છે, તેવું સ્પાર્કલના ઉદ્દઘાટન પ્રસંગે ચેમ્બર પ્રમુખ કેતન દેસાઈએ ઉચ્ચાર્યુ છે.

સરસાણામાં આયોજિત સ્પાર્કલ એક્ઝિબિશનમાં રિટેઈલમાં રૂ.1 કરોડની કિંમત ધરાવતો હીરા 3300 હીરા જડિત 18 કેરેટ ગોલ્ડનો ચોટલો આકર્ષણનું કેન્દ્ર બન્યું છે.આ અંગે તેના મેન્યુફેકચર્સ એવા ગુરૂકૃપા એક્સપોટર્સના જણાવ્યાનુસાર,આ ચોટલો તૈયાર કરવામાં 20 દિવસ અને રોજના 4 થી 5 કારીગરોની મહેનત છે. હોલસેલમાં આ ચોટલાની કિંમત 70 થી 75 લાખ છે પણ રિટેઈલમાં રૂ.1 કરોડથી વધુની કિંમતમાં વેચાય છે. આવા દર મહિને 30 જેટલા ચોટલાની ડિમાન્ડ સાઉથ ઈન્ડિયાથી મળી રહી છે. જેનું ઉત્પાદન સુરતમાં જ થઈ રહ્યું છે.જ્યારે ધાની જ્વેલ્સના અધિકારીઓના જણાવ્યાનુસાર, 10 કેરેટની હીરા જડિત વ્હાઈટ ગોલ્ડની 400 ગ્રામની હીપહોપ ચેઈન કે જેની અમેરિકામાં મોટી ડિમાન્ડ છે. તે સુરતમાં મેન્યુફેક્ચર થઈ રહી છે. સ્પાર્કલ એક્ઝિબિશનના ચેરમેન જયંતિ સાવલિયાના જણાવ્યાનુસાર, આ એક્ઝિબિશનમાં સ્પેશિયલ જ્વેલરી મેન્યુફેક્ચર્સે જ સ્ટોલ લીધા છે. જેમાં ગોલ્ડના બદલામાં ગોલ્ડ આપીને જ્વેલરીની ખરીદી પણ થઈ રહી છે. સુરતમાં એવી જ્વેલરીઓ તૈયાર થઈ રહી છે. જે દક્ષિણ અને ઉત્તર ભારતની સાથો-સાથ હુસ્ટન, આફ્રિકા અને અમેરિકામાં મોટી ડિમાન્ડ ધરાવે છે. સુરતમાંને સુરતમાં બેઠા-બેઠા ઈન્ટરનેશનલ ઓર્ડર જ્વેલરીના પુરા કરવામાં આવી રહ્યા છે.

સ્પાર્કલમાં વેપારી સોના સામે સોનું આપી જ્વેલરી ખરીદે છે, 1 કરોડનો ચોટલો આકર્ષણનું કેન્દ્ર, મહિને 30નું વેચાણ
અમેરિકાના પોપ સ્ટારમાં ડિમાન્ડમાં રહેતી હિપહોપ રિંગ પણ સુરતમાં બની રહી છે
હાલમાં ICCના એક ક્રિકેટરેે સુરતની મુલાકાત લીધી હતી, ત્યારે 400 ગ્રામની વ્હાઇટ ગોલ્ડ ચેઇન ખરીદી હતી.

અમેરિકાના પોપ સ્ટારમાં ડિમાન્ડમાં રહેતી 3500 ડાયમંડ જડિત 40 થી 50 લાખમાં હોલસેલમાં જ્યારે રિટેલમાં 65 લાખથી વધુની હિપહોપ રિંગ પણ સુરતમાં બની રહી છે.

નોર્થમાં લગ્ન સમયે ડિમાન્ડમાં રહેતી કોકટેલ રીંગ જે 1 કેરેટ ગોલ્ડ એક કેરેટના 100 હિરા જડિત 10 ગ્રામ ગોલ્ડની 14 કેરેટની રિંગ 51 હજારથી વધુમાં સુરતમાં બને છે.

અન્ય સમાચારો પણ છે...