તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વર્લ્ડ ક્લાસ રેલવે સ્ટેશન બનાવવા એકે ય કન્ટ્રક્શન કંપનીને રસ નથી

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ટ્રાન્સપોર્ટેશન રિપોર્ટર|સુરત

સુરત રેલવે સ્ટેશનને રૂ. 3500 કરોડના ખર્ચે મલ્ટી મોડલ ટ્રાન્સપોર્ટ હબ બનાવાઈ રહ્યું છે. પણ તેનું કામ શરૂ થશે કે કેમ તેની પર પશ્નાર્થ ચિન્હ મૂકાઇ ગયું હોય તેવું લાગી રહ્યું છે. એમએમટીએચ બનાવવા પરથી કન્ટ્રક્શન કંપનીઓને રસ ઉઠી ગયો તેમ દેખાઈ રહ્યું છે. મંગળવારે ટેન્ડર ભરવાની તારીખ પૂર્ણ થઈ ગઈ છે. પણ એકેય ટેન્ડર આવ્યું નથી. જેની પાછળનું કારણ એવું જણાયું છે કે ફિજિબિલિટી પર એકેય કન્સ્ટ્રક્શન કંપનીને ભરોસો નથી. આ મામલે આઇઆરએસડીસીનું કહેવું એમ છે કે, કન્સ્ટ્રક્શન કંપનીઓના પ્રશ્નોને ધ્યાને રાખી બેઠક કરીને ફરી એક વખત ટેન્ડર જાહેર કરાશે. એજન્સીઓનું કહેવું એમ છે કે, કન્સ્ટ્રક્શન કંપની અને પાલિકા વચ્ચે બાંધકામના એરિયાને લઈને મોટો વિવાદ ચાલી રહ્યો છે. આઇએસઆરડીસી 11 લાખ વર્ગ મીટરમાંથી 8.40 વર્ગ મીટર બનાવવાનું કહ્યું છે. બાકીના 2.40 લાખ વર્ગ મીટર એરિયાના નિર્માણ માટે પણ એજન્સી રૂપિયા ચૂકવ શે. જે તેમને ફ્રીમાં જોઇએ છે. પણ મના તે આપવા માટે તૈયાર નથી. આ સાથે સાથે 250 કરોડની કન્સલ્ટેસી ફી અને આખી જમીન મળ્યા બાદ જ કન્સ્ટ્રક્શન કંપની કામ લેવા માટે તૈયાર થઈ હોવાની વાત છે.

અન્ય સમાચારો પણ છે...