તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વૈશાલી વડાં પાંઉના વડામાંથી કાનખજૂરો નીકળ્યાે, દુકાન સીલ

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
આરોગ્ય ખાતા હસ્તકના ફૂડ ખાતાની ટીમે રૂસ્તમપુરાના વૈશાલી વડાપાંઉ સેન્ટર ખાતે દરોડો પાડતાં સ્થળ પર ગંદકી મળી આવતાં ચટણી, પાંઉ, વડાનો 40 કિલો અખાધ્ય જથ્થાનો નાશ કર્યો હતો. એટલું જ નહીં સંસ્થાને સીલ મારી દઈ રૂપિયા 25 હજારના વહીવટી ખર્ચની વસુલાત કરવામાં આવી છે. વડામાં કાનખજુરો મળ્યો હોવાનો વિડિયો પણ વાયરલ થયા બાદ થયેલી ફરિયાદને પગલે પાલિકાનું ફૂડ ખાતુ એકશનમાં આવી જઈ કડક કાર્યવાહી કરી છે. શહેરમાં અન્ય સેન્ટરોમાં પણ કડકપણે ચકાસણી જરૂરી હોવાની પણ ફરિયાદમાં માંગ કરવામાં આવી છે.

અન્ય શાખાઓમાં પણ કડક તપાસ કરવા માંગ
ફૂડ ખાતાની ટીમને સ્થળ પર ગંદકીમાં જ પાંઉ, વડાનો માવો, ચટણી જણાતા તુરંત જ વેચાણ અટકાવી દેવાયું હતું અને દૂકાનમાંથી 40 કિલો જેટલો અખાધ્ય પદાર્થનો નાશ કરવામાં આવ્યો હતો. અને ઝોનના સેનીટેશન દ્વારા રૂપિયા 25 હજારનો વહીવટી ખર્ચ વસુલ કરવામાં આવ્યો છે. વૈશાલી વડાપાંઉની અન્ય શાખાઓમાં પણ કડક તપાસ કરવા માંગ કરાઈ છે.

રૂસ્તમપુરામાં વૈશાલી વડાં પાંઉની ઘટના
વૈશાલી વડાપાઉની રૂસ્તમપુરા ખાતેની દુકાનમાં વડામાંથી કાનખજૂરો નીકળ્યાનો વિડીયો ફરતો થતા આરોગ્ય ખાતાએ દરોડો પાડયો હતો.

ગંદકી મળતા વૈશાલી વડાપાંઉ પાસેથી પાલિકાએ રૂપિયા 25 હજારનો દંડ ફટકાર્યો હતો.

ડે. કમિશનર હેલ્થ એન્ડ હોસ્પિટલ ડો. આશીષ નાયકે જણાવ્યું હતું કે, ઓનલાઈન ફરિયાદ આવી છે તેમાં, વૈશાલી વડાપાંઉની રૂસ્તમપુરા શાખામાં વડામાંથી કાનખજુરો મળી આવ્યો હતો. વડા ખાનારની નજર પડતાં ચોંકી ગયા હતાં અને ફરિયાદ કરાઈ છે. તેનો વિડિયો પણ ફરતો થયો હતો તેથી શુક્રવારે સવારે ફૂડ ખાતાના ચિફ ફૂડ ઈન્સ્પેક્ટર અને સ્ટાફે વૈશાલી વડાપાંઉ ખાતે તપાસ કરતાં ગંદકી મળી આવી હતી.

અન્ય સમાચારો પણ છે...