તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

શાર્પશૂટરોએ લૂંટ મુદ્દે હત્યા કર્યાનું મુદ્દસિરે ક્રાઇમબ્રાંચમાં કબૂલ કર્યું

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
નવસારી બજારના ફાઈનાન્સર મહેન્દ્નકુમાર કે. શાહની લૂંટના ઈરાદે હત્યા કરી હોવાની વાત હત્યારા મુદ્દસિરે ક્રાઈમબ્રાંચ સમક્ષ જણાવી છે. બીજી તરફ હત્યારા મુદ્દસિર ઉર્ફે મુદરા ઉર્ફે ડબ્બા ઈલ્યાસ હાજીને જ્યારે યુપી પોલીસની એસટીએફ(સ્પે. ટાસ્ક ફોર્સ)એ મેરઠમાંથી પકડ્યો ત્યારે તેની પૂછપરછમાં 9 લાખની સોપારી લઈને ફાઈનાન્સરની હત્યા કરી હોવાની ચોંકાવનારી વિગતો સામે આવી હતી. જોકે, હવે ક્રાઈમબ્રાંચે હત્યારાને લાવીને રિમાન્ડ લઈને તપાસ કરી તેમાં લૂંટની વાત સામે આવી રહી છે. આ બન્ને બાબતે તપાસ કરવા માટે ક્રાઈમબ્રાંચે હત્યારાની કોલ ડિટેઇલ્સ લઈની તપાસ શરૂ કરી છે. 9 લાખની સોપારી આપનાર બડા પપ્પુ ઉર્ફે જાવેદનું નામ ખુલ્યું હતું. જેની બાબતે ક્રાઈમબ્રાંચે તપાસ કરી હતી. જોકે, તેનો કોઈ રોલ દેખાતો નથી. હત્યારો મુદ્દસિર ઉર્ફે મુદરા પકડાયો ત્યારે તેણે યુપીની સ્પેશિયલ ટાસ્ક ફોર્સની સમક્ષ જૂઠાણું ચલાવ્યું હતું. પોલીસ સમક્ષ હવે હત્યારાએ એવી વાત જણાવી કે 4 માર્ચે મુદ્દસિર ઉર્ફે મુદરા, ઝુબેર અને નાસીર ઉર્ફે સનીએ ઘરે લૂંટનો પ્લાન બનાવ્યો હતો. જેમાં સન્નીએ મુદરાને કહ્યું કે ‘કબ તક રોટી શેકતે રહેગે, અબ કુછ બડા કરતે હૈ ’. એટલું જ નહીં સની ફાઈનાન્સરની તમામ ગતિવિધિઓથી વાફેક હતો, જેથી તેણે ફાઈનાન્સર મહેન્દ્ર શાહની ઓફિસમાં લૂંટનો પ્લાન બનાવ્યો હતો. લૂંટ કરવા માટે તમંચો લઈને ત્રણેય હત્યારા ફાઈનાન્સરની ઓફિસમાં ગયા ત્યારે મુદ્દસિરના હાથમાં રહેલી રિવોલ્વર નીચે પડી ગઈ, બીજી તરફ ફાઈનાન્સરે ઝપાઝપી કરવા જતા ઝુબેરે તેની રિવોલ્વર કાઢીને ધડાધડ ત્રણ રાઉન્ડ ફાયરિંગ ફાઈનાન્સર પર કરી દીધું હતું.

અન્ય સમાચારો પણ છે...